કરોડો રૂપિયાના ચીટફંડ કૌભાંડની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં રોઝ વેલી ગ્રુપ જેલ ભોગવી રહેલા ચેરમેન ગૌતમ કુંન્ડુના પત્ની શુભ્રા કુન્ડુની આજે કોલકાતામાંથી CBIએ ધરપકડ કરી હતી, એમ એજન્સીના સૂત્રોએ કહ્યું હતું. CBIની આિર્થક અપરાધ શાખાના અિધકારીઓએ સુભ્રાની ધરપકડ કરી હતી  અને કોલકાતાની કોર્ટમાંથી  ટ્રાન્ઝીટ રિમાંડ મળ્યા પછી હવે તેમને ભુવનેશ્વર લઇ જવાશે.

ઉલ્લેખનીય છે કે, SEBIની ફરીયાદના પગલે  તેમના પતિ અને રોઝવેલી ગ્રુપ માલિક ગૌતમ કુન્ડુની માર્ચ 2015માં ED દ્વારા  તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેઓ જેલ ભોગવી રહ્યા છે.

અત્યાર સુધી EDએ કુન્ડુ અને રોઝવેલીની રૂપિયા 2300 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. શુભ્રા સામે ઓડિશામાં કેસ દાખલ કરાયો હોવાથી તેમને ભુવનેશ્વર લઇ જવાશે. રોઝવેલી ગ્રુપે હજારો રોકાણ કારોને ખુબ વધારે વ્યાજની લાલચ આપીને તેમના સાથે છેતરપિંડી કરી હતી.

CBIના સૂત્રો અનુસાર, વિવિધ યોજનાઓ થકી આ ગ્રુપે જે રકમ ભેગી કરી હતી તેનો આંકડો રૂપિયા 12000 કરોડ કરતાં પણ વધુ હતો. રોઝવેલીએ દેશમાં અલગ અલગ જગ્યાએ હોટલો અને રિસોર્ટમાં રોકાણ કર્યું હતું. શુભ્રા કુન્ડુ જ્વેલરી ચેન અદરિજા ચલાવતી હતી જેને તપાસ પછી સીલ કરી દેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here