ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને ગુજરાતી એવા વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાનું અવસાન થયું છે. તેમને હૃદય રોગનો હુમલો થયો હતો.

પિતાના નિધનના સમાચાર મળતાની સાથે જ સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ રમી રહેલ કૃણાલ પંડ્યા ટુર્નામેન્ટ અધૂરી મૂકી મુંબઈ ઘરે પરત ફર્યો છે. ટુર્નામેન્ટમાં કૃણાલ વડોદરાની ટીમનો સુકાની છે. તેના સ્થાને કેદાર દેવધરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જયારે, હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા ખાતે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ ન હોવાથી તે હાલ વેકેશન પર રજાઓ ગાળી રહ્યો છે.
હિમાંશુ પંડ્યા વ્યવસાયે લોન કન્સલ્ટન્ટ હતા. સુરતથી વડોદરા આવ્યા હતા અને બંને દીકરાઓને ક્રિકેટર બનાવવા સખત મહેનત કરી હતી. આર્થિક સંકળામણને કારણે તેમને વર્ષ 2011માં પણ હાર્ટએટેક આવી ગયો છે.