જ્ઞેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી.

સુરત: ગુજરાતના જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદાએ કોરોનાને મહાત આપી છે અને સંપૂર્ણ સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ‘કોણ જાણી શકે કાળને રે અચાનક શું થશે’ એ ગીતથી પ્રખ્યાત થયેલા ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાની સરવાર સુરતની નિષ્ઠા હોસ્પિટલમાં ચાલતી હતી.

મંગળવારે સાંજે જીજ્ઞેશ દાદાને રજા આપવામાં આવી હતી. જીજ્ઞેશ દાદાના ચાહકોએ સ્વસ્થ થયેલા જીજ્ઞેશ દાદાની ડોક્ટર સાથેની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. હાલ જીજ્ઞેશ દાદા સુરતમાં તેમના નિવાસસ્થાને આરામ કરશે અને ક્વોરેન્ટાઈન રહેશે.

કોરોના પોઝિટિવ આવ્યા બાદ કથાકાર જીજ્ઞેશ દાદા એક અઠવાડિયું સુરતના વરાછાની નિષ્ઠા હોસ્પિટલમાં સરવાર હેઠળ રહ્યા હતા પણ તે હાલ એકદમ સ્વસ્થ છે. તેમને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા રજા અપાઈ હતી.

જીજ્ઞેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. જીજ્ઞેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વીડિયો થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here