આજે ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશની સાથે અમદાવાદ શહેરમાં પણ કોરોના રસી આપવાની શરુઆત થવાની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેકિસન આપવામાં આવ્યા બાદ જો કોઈ કેસમાં તેની સામાન્ય કે ગંભીર આડઅસર થાય તો તેવા સંજોગોમાં તત્કાલ સારવાર પુરી પાડવા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત જો કોઈને વેકિસન લીધા બાદ ઘરે ગયા બાદ પણ આડઅસર થાય તેવા સંજોગોમાં જો મ્યુનિ.તંત્રને હેલ્પલાઈન નંબરો ઉપર જાણ કરવામાં આવશે.તો તેને પણ જરુરી સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવામાં આવશે એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી વીસ સેન્ટર અને બાદમાં મ્યુનિ.સરકારી હોસ્પિટલો અને શાળાઓ એમ કુલ મળીને ૩૦૦ જેટલા સેન્ટરો ઉપરથી વેકિસનેશનની કામગીરી કરવામાં આવનાર છે. વેકિસન લીધા બાદ ૩૦ મિનિટ જે તે સેન્ટર ઉપર વેકિસન લેનારે બેસવાનું હોય છે. જેથી જો કોઈ આડઅસર થાય તો તેને તાત્કાલિક સારવાર આપી શકાય. આમ છતાં બાદમાં ઘરે ગયા પછી પણ જો કોઈને વેકિસનની આડઅસર થાય એવા સંજોગોમાં જો તેના દ્વારા મ્યુનિ.ના હેલ્પલાઈન નંબર-૧૦૪ અથવા ૧૪૪૯૯ ઉપર સંપર્ક કરવામાં આવશે તો તેને જરુરી સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરી જરુરી સારવાર આપવામાં આવશે.

મ્યુનિ.દ્વારા વેકિસનની આડઅસર થવાના સંજોગોમાં જરૃરી સારવાર આપવા માટે સુપરવાઈઝર અને વેકિસનેટરને જરૃરી તાલિમ આપવામાં આવી છે. ઉપરાંત સેન્ટરો ઉપર એડ્રીનાઈલ ઈંજેકશનની સાથે લાઈફ સેવિંગ દવાઓની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here