ગુજરાતમાં વર્ષોથી સત્તા ભોગવી રહેલી ભારતીય જનતા પાર્ટીમાં પરદા પાછળ ચાલી રહેલી વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. ખુદ નાયબ મુખ્યમંત્રીએ  જેનો અણસાર આપ્યો હતો. ઉતરાયણના દિવસે  ગાંધીનગર નજીક ઉવારસદમાં આયોજીત એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ મુક્ત મને એકરાર કર્યો હતો કે,  મને તો પાડવાનો બહુ લોકોએ પ્રયત્ન ક્રયો, પણ ભગવાને અને કાર્યકર્તાઓએ દર વખતે બચાવી લીધો.

વિદ્યાર્થીકાળમાં વ્યાયામ કાર્ય દરમિયાન બનતાં પીરામીડને યાદ કરતાં તેમણે હળવાશ રીતે કહ્યું કે, હું ઊંચાઈમાં નાનો હતો અને મારૂં વજન પણ ઓછું હતું એટલે પીરામીડમાં મને ટોચ પર ચઢાવવામાં આવતો અને હું જ દેશનો ઝંડો લહેરાવતો હતો. નીચે વાળા વજન ઊપાડે ત્યારે જ હું ઝંડો ફરકાવી શકતો.

નીતિન

આ રીતે જયારે તમે બધા વજન ઊપાડો છો એટલે જ અમે બધા ઝંડો ફરકાવી શકીએ છીએ. નીતિન પટેલે વિરોધ પર અંગૂલી નિર્દેશ કરતાં કહ્યું હતુ કે, મને તો લોકોએ પાડવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ ભગવાન દર વખતે બચાવી લે છે. તમે બધા ય  બચાવી લો છો. કોઇ પાડવા જાય તો પણ દસ જણા ઝીલવાવાળા આવી જાય છે. ભગવાનના આશીર્વાદથી આ મિનિટ સુધી તો કોઈ સફળ થયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here