ઘાટલોડીયામાં રહેતા યુવકને રાજકોટ ક્રાઈમ બ્રાંચમાંથી પીએસઆઈ બોલતો હોવાનું કહીને તેના ફેસબુક આઈડીની માહિતી મેળવીને તીન પત્તી ગેમમાં વપરાતી સાડા છસો કરોડ જેટલી ચિપ્સ ટ્રાન્સફર કરી લીધી હતી. ઉપરાંત છોકરીના બિભત્સ ફોટા ફેસબુક પર વાયરલ કરતો હોવાનું કહીને યુવકને દમ માર્યો હતો. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને આરોપીની અટક કરી હતી.

બાદમાં દિગ્વિજયસંહ તારી સાથે વાત કરવા માંગે છે કહીને તેના મિત્રએ કોન્પ્રન્સમાં લઈને સમીર સાથે વાત કરાવી હતી. જાડેજાએ તારૂ નામ સમીર છે એમ પુછતા સમીરે હા કહી હતી. તારા ફેસબુક આઈડીથી કોઈ છોકરીને ગંદા ફોટા મોકલ્યા હોવાની મારી પાસે ફરિયાદ છે, એમ તેણે સમીરને કહ્યું હતું. બાદમાં તેણે સમીરના મોબાઈલની માહિતી અને પાસવર્ડ લઈને તપાસ કરશે, એમ કહ્યું હતું.

ત્યારબાદ ફરીથી તેણે સમીર સાથે વાત કરીને ફેસબુક આઈડીની માહિતી વેરીફાઈ કરવી છે કહીને મોબાઈલમાં આવેલો ઓટીપી આપવા કહ્યું હતું. સમીરે ઓટીપી નંબર આપતા આરોપીએ સમીરના ફેસબુક આઈડીનો એક્સેસ મેળવીને તેના આધારે તીન પત્તી ગેમનું એકાઉન્ટ ખોલી તેમાંથી આશરે છસો કરોડ જેટલી ચિપ્સ ટ્રાન્સફર કરી લીઈને છેતરપિંડી કરી હતી. જેને પગલે સમીરે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જેને આધારે પોલીસે તપાસ કરીને વડોદરા ખાતે વાસણા ભાઈલી કેનાલ રોડ પર શ્રીમ ગેલેક્ષી શશી ટાવરમાં રહેતા ધાર્મિક આર.પાબારી(23)ની જામનગરથી અટક કરી હતી. પુછપરછમાં તેણે ઘણા સમયથી તીન પત્તી ગેમ રમતો હોવાથી ગેમ રમવા જરૂરી ચિપ્સ તેણે શરૂઆતમાં કોઈ પાસેથી પૈસાથી ખરીદી હતી પણ પૈસા ન હોવાથી છેતરપિંડીથી ચિપ્સ મેળવી હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here