એક તરફ, શિક્ષિત બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યાં છે ત્યારે બીજી તરફ, નિવૃત IAS અધિકારી અને કર્મચારીઓને બંધારણ અને નિયમો વિરુદ્ધ નિમણૂંકો કરવામાં આવી રહી છે. માનિતા IAS અધિકારીઓને સચિવાલયમાં મહત્વના ખાતામાં ગોઠવી દેવાયાં છે. વિધાનસભા  વિપક્ષના નેતાના અંગત સચિવની નિમણૂંક અપાતી નથી જેથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર સામે મોરચો માંડયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાંય વખતથી અનુભવના નામે નિવૃતિ બાદ આઇએએસ સહિત અન્ય અધિકારી-કર્મચારીઓને પુ:ન નોકરીએ રાખવામાં આવી રહ્યાં છે. કરાર આધારિત માનિતા અધિકારીઓને સચિવલયમાં મહત્વના ખાતામાં ગોઠવી દેવાયાં છે.

IAS

નિવૃતિના ગણતરીના દિવસોમાં જ ફાઇલ કલિયર કરી નિમણૂંકો આપી દેવામાં આવી રહી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવો આક્ષેપ કર્યો છે કે, મારા અંગત સચિવની ખાલી જગ્યાએ નિવૃત ડેપ્યુટી કંટ્રોલર એચ. જે. પારેખને નિમણૂંક કરવા મંજૂરી આપવા વિનંતી કરી હતી.

આ રહ્યું લિસ્ટ

અધિકારીહોદ્દોનિવૃતહાલ ઉંમર
  થયાનું  વર્ષ 
કે.કૈલાસનાથનમુખ્યમંત્રીના અગ્ર સચિવ201368 વર્ષ
બી.નવલાવાલામુખ્યમંત્રીના સલાહકાર200279 વર્ષ
જે.પી.મોઢાસંયુક્ત સચિવ,સીએમ કાર્યાલય200970 વર્ષ
પરિમલ શાહસંયુક્ત સચિવ,સીએમ કાર્યાલય201366 વર્ષ
એરવિંદ જોશીઅગ્ર સચિવ,રાજ્યપાલ201269 વર્ષ
મહેશ જોશીસચિવ,ચૂંટણી પંચ201368 વર્ષ
ડી.એમ.પટેલસચિવ,વિધાનસભા201168 વર્ષ
અશોક માણેકમુખ્ય નિર્વાચન અિધકારી201366 વર્ષ
સી.જે.ગોઠીસચિવ,સંસદીય201366 વર્ષ
એમ.કે.જાદવ સચિવ,જળસંપતિ201564 વર્ષ
વિજય બધેકાસચિવ,ગૃહવિબાગ201069 વર્ષ

આ વાતને આજ ચાર મહિના વિત્યા હજુ સરકારે કોઇ કાર્યવાહી કરી નથી.  બીજી તરફ, સચિવાલયમાં માનીતા અધિકારીઓને મહત્વના ખાતામાં ગોઠવી દેવાયાં છે. નિવૃતિના આઠ વર્ષ બાદ કે.કૈલાશનાથન સીએમ ઓફિસમાં ફરજ બજાવી રહ્યાં છે. 62 વર્ષના બદલે 79 વર્ષના નિવૃત અિધકારીઓને પુ:ન નોકરીએ રખાયા છે.

ધાનાણીએ પક્ષપાતી વલણનો આક્ષેપ કરતાં જણાવ્યું કે, અનુભવના નિચોડના બહાને ભ્રષ્ટાટાર આચરવા માટે નિવૃત અિધકારીઓને નોકરી રાખવામાં આવી રહ્યાં છ.  આજે 79 વર્ષના વૃધૃધ નિવૃત અધિકારીઓ નોકરી કરે છે ને શિક્ષિત બેરોજગારો નોકરી માટે ફાંફા મારે છે. ધાનાણીએ અંગત સચિવની નિમણૂંક નહી કરાય તો મુખ્ય સચિવની ઓફિસની બહાર ધરણાં કરવા ચિમકી ઉચ્ચારી છે.

રાજ્ય ચૂંટણી પંચમાં પણ નિવૃત અધિકારીની નિયુક્તિ

બંધારણના નિયમો વિરૂધૃધ રાજ્ય સરકાર રાજ્ય ચૂંટણીપંચ માં મહત્વના હોદ્દા પર ખાસ કિસ્સામાં માનિતા નિવૃત આઇએએસ મહેશ જોશી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે અશોક માણેકની નિમણૂંક કરાઇ છે. વિપક્ષનો આક્ષેપ છેકે, ચૂંટણી પંચ જેવી નિષ્પક્ષ અને બંધારણિય સંસ્થાઓ પર પણ ભાજપે કબજો કર્યો છે જેમાં સરકારના કહ્યાગરા અિધકારીઓની નિમણૂંક કરાઇ છે.

18 ડિસેમ્બર-2017ના રોજ કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખ્યો હતોકે, નિવૃત અિધકારીને ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપી શકાશે નહીં જેથી રાજ્ય સભાની ચૂંટણીમાં હવે નિવૃત અધિકારીની નિયુક્તિ કરાઇ ન હતી. હવે સવાલ એ થાય છેકે,જો નિવૃત અધિકારીને ચૂંટણી અધિકારી તરીકે નિમી શકાય નહી તો પછી તેનાથી ઉપલા હોદ્દા પર નિવૃત આઇએએસને પંચના મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે કેવી નિમણૂક આપી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here