ગુજરાતનાં કેવડિયા સ્થિત ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ જોવા માટે દેશનાં વિભિન્ન ભાગોમાંથી લોકોની મુસાફરીને સુગમ બનાવવાનાં હેતુથી પ્રધાનમંત્રી રવિવારે 8 રેલગાડીઓને ગ્રિન સિગ્નલ આપશે.

ગુજરાત કેવડિયા માટે વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રિવા, હઝરત નિઝામુદ્દીન, પ્રતાપનગર અને ચેન્નઈ સ્ટેશનોથી 8 એક્સપ્રેસ રવાના કરાવશે.


અમદાવાદ-કેવડિયા જનસતાબ્દિ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ પણ હશે. આ અંગે વિશેષ રૂપથી પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા ટ્રેનની યાત્રા સુંદર અને યાદગાર બનાવવા માટે કરવામાં આવ્યું છે.આ એક્સપ્રેસ ટ્રેન સેવા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે શરૂ કરાવશે.
અધિકારીઓ કહ્યું કે , નિયમિત રેલ સેવાથી પર્યટન સ્થળ પર વધુ પર્યટનો આવશે. રેલ મંત્રાલય સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પણ રવિવારે પીએમ કરશે.સૂત્રોએ કહ્યું કે પીએમ મોદી રવિવારે ડભોઇ-ચાંદોદ-કેવડિયા બ્રોડ ગેજ રેલ લાઈન અને પ્રતાપનગર-કેવડિયા નવ વિદ્યુતિકૃત ખંડનું ઉદ્ઘાટન કરશે.

પ્રતાપનગર વડોદરા જિલ્લામાં સ્થિત અને આ ખંડમાં એક નિયમિત મેમુ સેવા શરૂ થશે. એક અધિકારીએ કહ્યુ કે, ‘આ કનેક્ટીવીટીનું મુખ્ય ફોકસ સ્થાનીય અને બાહરી પર્યતનોને આકર્ષિત કરવું છે . સરકારે આને સૌથી વધુ આકર્ષિક પર્યટન કેન્દ્રમાંથી એક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here