શાળાઓ ખુલતા જ મુશ્કેલીઓ શરુ થઈ ગઈ છે. આંધ્રપ્રદેશની બે શાળાઓ ખુલતા જ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાના સમાચારે દેશમાં ખળભળાટ મચાવી દીધો છે.

  • આંધ્રપ્રદેશની બે શાળાઓ ખુલતા જ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા
  • આંધ્રપ્રદેશની બે શાળાઓના 27 વિદ્યાર્થીઓને કોરનાનો ચેપ લાગ્યો
  • આંધ્રપ્રદેશ સરકારે 2 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો
  • કેન્દ્ર સરકારે નિયમોને આધીને રહીને શાળાઓ ખોલવા મંજૂરી આપી છે

આંધ્રપ્રદેશની બે શાળાઓના 27 વિદ્યાર્થીઓને કોરનાનો ચેપ લાગ્યો.  જેને પગલે સરકારે 2 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ કેન્દ્ર સરકારે નિયમોને આધીન રહીને શાળાઓ ખોલવા મંજૂરી આપી છે. આરોગ્ય મંત્રી સમગ્ર મામલે રાજ્ય સાથે ચર્ચા કરી શકે છે. હાલમાં વિદ્યાર્થીઓને ભણતરને લગતા ડાઉટ ક્લિયર કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે.

આ ઘટના બાદ વાલીઓમાં ડર પેસી ગયો છે. તેમજ આંધ્ર પ્રદેશમાં વાલીઓએ આક્રોશ પણ ઠાલવ્યો છે. વાલીઓના જીવ તાળવે બેઠા છે. હવે સરકાર અને વાલી બન્ને ભારે મુશ્કેલીમાં ફસાયા છે. એક તરફ તેમનું સ્વાસ્થ્ય છે તો બીજી તરફ તેમનું ભણતર. બન્ને સચવાય તેવા પ્રયાસો તંત્ર અને વાલીઓ તરફથી કરાઈ રહ્યા છે.  ત્યારે આ ઘટના લાલબત્તી સમાન પણ બની છે.  અનેક રાજ્યોમાં સ્કુલો કોલેજો શરુ કરાઈ છે. ત્યારે અનેક રાજ્યોમાં તે શરુ થવા જઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here