ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક મોબિલીટીના ટ્વિટર હેન્ડલથી હાલમાંજ એક ટ્વિટ થયું, જેમાં આખી ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચાવી દીધો છે. બધાં એ એક જ ટ્વીટ વિશે વાત શરૂ કરી દીધી છે. જો કે, હવે કંપનીએ તે ટ્વીટને ડિલીટ કરી દીધું છે, ત્યારે અટકળોનું બજાર હજી પણ ગરમ છે. હકીકતમાં, ટાટા મોટર્સની તે ટ્વીટમાં, ટેસ્લા અને તેના માલિક એલોન મસ્કના સંદર્ભમાં એક જૂની ફિલ્મના ગીતની કેટલીક લાઇનો લખી હતી, જેનાથી લોકો આશ્ચર્યચકિત થયા છે કે શું બંને કંપનીઓએ સાથે મળીને કંઇક કરનારી છે.
ટ્વીટ શું કર્યું?

ટ્વીટમાં ટેસ્લા અને એલન મસ્કને હેશટેગ પણ લખ્યું

ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક મોબિલીટીએ પોતાના ટ્વિટમાં 1960 ના દાયકાના બોલિવૂડ સુપર ડુપર હીટ ગીતની લાઈનો લખી હતી, જેમાં શમ્મી કપૂર અને મુમતાઝે અભિનય કર્યો હતો. ટ્વિટમાં લખ્યું હતું, આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર અખબારમે, સબ કો માલૂમ હૈ ઓર સબકો ખબર હો ગઈ. આ ટ્વીટમાં ટેસ્લા અને એલન મસ્કને હેશટેગ #WelcomeTesla #TeslaIndia પણ લખ્યું હતું.

કંપની દ્વારા ટ્વિટને કરાયું ડિલિટ

આ ટ્વિટ હાલમાં ડિલિટ થઈ ચૂક્યું છે. અને કંપનીના પ્રવક્તાએ ટેસ્લાની સાથે હાલમાં કોઈ પણ પ્રકારની પાર્ટનરશીપ નહીં કરવાની વાત કહી. તેમણે કહ્યું કે કંપનીએ હજી સુધી ટેસ્લા સાથે પાર્ટનરશીપની કોઈ યોજના બનાવી નથી. અને એવી તમામ વાતોને ખાલી અફવા ગણાવી દીધી હતી. જો કે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થયા બાદ એક ટ્વિટના કારણે લોકો તમામ પ્રકારના અંદાજા લગાવી રહ્યા છે.

ગત દિવસોમાં ટાટા મોટર્સના શેરોમાં ખૂબજ તેજી જોવા મળી

ગત દિવસોમાં ટાટા મોટર્સના શેરોમાં ખૂબજ તેજી જોવા મળી હતી. શુક્રવારે કંપનીના શેરમાં 246 રૂપિયાના લેવલથી ફક્ત 7 ટકા વધીને 265 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. છેલ્લા 3 મહિનામાં કંપનીના શેર લગભગ બે ગણા થઈ ગયા છે. 15 ઓક્ટોબરે કંપનીનો શેર 127 રૂપિયાના સ્તરે કારોબાર કરતો હતો. મનાઈ રહ્યું છે કે ટાટા મોટર્સના શેરમાં આવેલી તેજીનું એક કારણ એ પણ હતું કે લોકો માની રહ્યા હતા કે ટાટા અને ટેસ્લા વચ્ચે પાર્ટનરશીપ થઈ શકે છે. સાથે જ ટાટા મોટર્સની સેલ્સમાં થયેલી રિકવરી પણ શેરોમાં તેજીનું કારણ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here