ખાનગીકરણ/ નાણામંત્રાલયની ના ના છતાં મોદી સરકારે 6 એરપોર્ટ અદાણીને સોંપી દીધા, હવે મુંબઈ અને દિલ્હી રેલવે સ્ટેશન પર ડોળો

અદાણી જૂથે દેશના બીજા ક્રમના સૌથી મોટા મુંબઇ એરપોર્ટને પણ મેળવી લીધું હતું. એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ 12મી જાન્યુઆરીએ મુંબઇ એરપોર્ટ અદાણીને આપવા માટે લીલી ઝંડી દેખાડી દીધી હતી. 2019માં અદાણી જૂથે બોલી મૂકી હતી. એ સમયે નીતિ પંચ અને નાણાં ખાતાએ સ્પષ્ટ શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો હતો કે કોઇ પણ કંપનીને એક સાથે છ એરપોર્ટ આપવા નહીં. પરંતુ આ બંનેના વિરોધની ઉપરવટ જઇને અદાણીને છ એરપોર્ટ આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત હવે અદાણીને એરપોર્ટ બાદ રેલવે સ્ટેશનોમાં પડ્યો છે રસ. એ મુંબઈ અને દિલ્હીના રેલવે સ્ટેશનો માટે પણ બિડ લગાવે એવી ચર્ચા છે.

એક જ કંપનીને છ એરપોર્ટ સોંપી દેવા વ્યવહારુ નથી

 નરેન્દ્ર મોદીની એનડીએ સરકારે પોતાના સૌથી મોટા પ્રાઇવેટાઇઝેશન પ્રોગ્રામ હેઠળ અમદાવાદ, લખનઉ, મેંગલોર, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટ માટે બોલીઓ મંગાવી હતી. કેન્દ્રની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એપ્રેઇજલ કમિટિએ 2018ના ડિસેંબરની 11મીએ મુલકી ઉડ્ડયન મંત્ર્યાલય સાથે આ પ્રસ્તાવની ચર્ચા કરી હતી.  આ પ્રસંગે નાણાં ખાતાએ મોકલેલી નોંધમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે છ એરપોર્ટ હાઇલી કેપિટલ ઇન્ટેન્સિવ છે. એક જ કંપનીને છ એરપોર્ટ સોંપી દેવા વ્યવહારુ નથી.

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એપ્રેઇઝલ કમિટિનો મેમો સરકારી નીતિ વિરુદ્ધ

કોઇ પણ એક કંપનીને બેથી વધુ એરપોર્ટ આપવા નહીં જોઇએ. નાણાં ખાતાએ આ મુદ્દે મુંબઇ અને દિલ્હી એરપોર્ટના પ્રમુખોનો સંપર્ક સાધ્યો હતો. આ મુદ્દે જીએમઆર સૌથી વધુ યોગ્ય બીડર હતા પરંતુ એમને બંને એરપોર્ટ આપ્યા નહીં. નાણાં ખાતાની જેમ નીતિ પંચે પણ ચિંતા વ્યક્ત કરી હતી કે એક કંપનીને છ એરપોર્ટ આપવા નહીં જોઇએ. નીતિ પંચે એમ પણ કહ્યું હતું કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એપ્રેઇઝલ કમિટિનો મેમો સરકારી નીતિ વિરુદ્ધ છે. જે બીડર પાસે ટેક્નિકલ ક્ષમતા ન હોય એ સરકારી પ્રતિબદ્ધતા જેવી સેવા આપી ન શકે.

અગાઉના અનુભવોને બિડીંગનો આધાર બનાવવામાં નહીં આવે

નાણાં ખાતાના સચિવ એસસી ગર્ગના અધ્યક્ષપદે કામ કરતી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એપ્રેઇઝલ કમિટિએ કહ્યું હતું કે અગાઉના અનુભવોને બિડીંગનો આધાર બનાવવામાં નહીં આવે એવો નિર્ણય ક્યારનો ય કરી લેવામાં આવ્યો હતો. અદાણીએ બીડ જીત્યા બાદ એક વર્ષ પછી અમદાવાદ, મેંગલોર અને લખનઉ એરપોર્ટના કન્સેશન એગ્રીમેન્ટ પર સહી કરી હતી. અદાણી જૂથે બોલી બોલવામાં એમજીઆર, કોચી ઇન્ટરનેશનલ અને જ્યુરિચ એરપોર્ટને પાછળ રાખી દીધા હતા.

અદાણીને પચાસ વર્ષ માટે છ એરપોર્ટનું સંચાલન આપી દેવામાં આવ્યું

અદાણીને પચાસ વર્ષ માટે છ એરપોર્ટનું સંચાલન આપી દેવામાં આવ્યું છે. અદાણી ગ્રુપ આજે સૌથી મોટું પ્રાઇવેટ ડેવલપર બની ગયું છે જેની પાસે છ એરપોર્ટ છે. ગયા વરસે આ છ એરપોર્ટ પરથી આશરે 8 કરોડ લોકોએ અવરજવર કરી હતી. આ વિમાન મથકોમાં દેશનો 34.10 ટકા ડોમેસ્ટિક ટ્રાફિક સમાઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here