કોરોના વાયરસને લઇ દરરોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. અત્યાર સુધી કોરોના વાયરસ મનુષ્યોમાં ફેલાઈ રહ્યો હતો પરંતુ હવે ખાવાના સામાનમાં પણ કોવિડ-19ની પુષ્ટિ થઇ ચુકી છે. ચીનમાં ખાસ કેસો સામે આવ્યા છે, જ્યાં આઈસસ્ક્રીમ પણ કોરોનાથી સંક્રમિત મળી છે. આ ખબર પછી ચીનમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અને ચીની અધિકારી જાણકારી મેળવવા માટે તપાસમાં લાગી ગયા છે. સ્થાનિક દુકાનોમાં બનાવવામાં આવતી આઈસસ્ક્રીમના ત્રણ સેમ્પલ કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. આ મામલા દેશના ઉત્તર પૂર્વ વિસ્તારમાં ટિયાનઝિન નગરપાલિકાના છે.

4,836 આઈસસ્ક્રીમના ડબ્બા સંક્રમિત

કોરોના

ટિયાનઝિનમાં ડકિયાડો ફૂડ કંપની તરફથી 4,836 આઈસસ્ક્રીમના ડબ્બા કોરોનાથી સંક્રમિત મળ્યા છે, જેમાં 2,089 ડબ્બાને હવે સ્ટોરેજમાં સીલ કરી દીધા છે. ચીની મીડિયા મુજબ સંક્રમિત ડબ્બામાં 1,812 ડબ્બા બીજા પ્રાંતમાં મોકલવા આવ્યા છે અને 935 ડબ્બા સ્થાનિક બજારમાં પ્રવેશ કરી ચુક્યા છે, જેમાં 65 ડબ્બાનું વેચાણ થઇ ગયું છે.

કોરોના મનુષ્યોના કારણે આઈસ્ક્રીમમાં ફેલાયો

કોરોના

1,662 કર્મચારીઓને આઇસોલેશન અને ટેસ્ટિંગના આદેશ આપવામાં આવ્યા છે. યુનિવર્સિટી ઓફ લીડ્સના વાયરોલોજી ડોક્ટર સ્ટીફન ગ્રીફિનનું કહેવું છે કે આઈસસ્ક્રીમના ડબ્બામાં કોરોનાની પુષ્ટિ મનુષ્યોના કારણે થઇ છે. તેમણે આગળ કહ્યું કે આવી સંભાવના છે કે પ્રોડક્શન પાલનટમાં વાયરસ ફેલાયો છે. તેમણે આગળ કહ્યું કે, આઇસ્ક્રીમ ફેટથી બનેલી હોય છે અને એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા આવે છે , જેના કારણે વાયરસ ત્યાં સરળતાથી રહી શકે છે. જો કે તેમણે આગળ કહ્યું કે, આપણે આ વાતથી વધુ ઘભરાવવાની જરૂરત નથી કે આઈસસ્ક્રીમના તમામ ડબ્બા સંક્રમિત હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here