માર્કેટ કેપિટલાઇઝેશનની રીતથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ને મોટો ઝટકો લાગ્યો છે. આજે સવારે એ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. જોકે પછીથી એ પ્રથમ નંબરે આવી ગઈ. ટાટા ગ્રુપની IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ(TCS) હવે દેશની સૌથી વધુ માર્કેટ કેપ(M-Cap)વાળી કંપની બની ગઈ છે. આજે સવારે TCSની માર્કેટ કેપ 12,21,373 કરોડ રૂપિયા રહી. RILની માર્કેટ કેપ 12,20,341 કરોડ રૂપિયા રહી છે. જોકે કારોબાર દરમિયાન પ્રથમ અને બીજા નંબરે રહેલી બંને કંપનીની માર્કેટ કેપ આજે આગળ-પાછળ થતી રહી છે.

આ પહેલાં ગત સપ્તાહે જ સેન્સેક્સના વેઇટેજમાં રિલાયન્સ બીજા નંબરે પહોંચી ગઈ હતી. જોકે પ્રથમ નંબર પર એચડીએફસી પહોંચી ગઈ હતી. આ રીતે બે સપ્તાહમાં કંપનીને બીજો ઝટકો લાગ્યો છે.

રિલાયન્સનો શેર 1922 રૂપિયા સુધી ઘટ્યો
આજે સવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત ઘટીને 1922 રૂપિયા સુધી જતી રહી હતી. જોકે માર્કેટ કેપમાં તે TCSથી 1925 રૂપિયા ઘટી ગઈ હતી. 1925 રૂપિયાના ભાવ પર તેની માર્કેટ કેપ 12.21 લાખ કરોડ રૂપિયા રહી. TCSનો શેર વધારા સાથે 3255 રૂપિયાએ પહોંચી ગયો છે. એનાથી તેની માર્કેટ કેપ 12.21 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. TCSએ તાજેતરમાં જ સારું રિઝલ્ટ જાહેર કર્યું છે.

કોરોનામાં TCSને ફાયદો
કોરોનામાં આઈટી કંપનીઓની સતત સારી માગ રહી છે. એનાથી કંપનીને ફાયદો થયો છે, જ્યારે રિલાયન્સની પાસે જિયો ટેલિકોમ અને રિટેલમાં હિસ્સો વેચ્યા પછીથી કોઈ જ આગળનો પ્લાન હોવાનું દેખાઈ રહ્યું નથી. હિસ્સો વેચવાના કારણે તેના શેર અને માર્કેટ કેપિટલાઈઝેશનમાં રેકોર્ડ તેજી આવી હતી. કંપની જોકે આ સપ્તાહે રિઝલ્ટ જાહેર કરશે.

9 માર્ચે 12 ટકા તૂટ્યા હતા રિલાયન્સના શેર
આ પહેલાં ગત વર્ષે 9 માર્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને પાછળ છોડી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને શેરબજારમાં 12 વર્ષનું સૌથી મોટું નુકસાન થયું હતું. તેનો શેર 12.35 ટકાના ઘટાડા સાથે 1105 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ ઓક્ટોબર 2008 પછી એક દિવસમાં કંપનીના શેરમાં આવેલો સૌથી મોટો ઘટાડો હતો. તેની માર્કેટ કેપ 7.05 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. ટીસીએસની માર્કેટ કેપ 7.40 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. સેન્સેક્સ 1941 અંક ઘટ્યો હતો.

રિલાયન્સ હવે ત્રીજા નંબરે
ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ગ્રુપ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપની રીતે ત્રીજા નંબરે છે. તેની કુલ 6 કંપનીઓ લિસ્ટેડ છે. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી મોટી કંપની છે. તેની માર્કેટ કેપ 12.50 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે ટાટા ગ્રુપ પ્રથમ નંબરે છે. તેની 28 લિસ્ટેડ કંપનીની કુલ માર્કેટ કેપ 17.30 લાખ કરોડ રૂપિયા છે. તેમાં TCS સૌૈથી મોટી કંપની છે. HDFC ગ્રુપ બીજા નંબરે છે. તેની કુલ 4 કંપની લિસ્ટેડ છે. તેની માર્કેટ કેપ 15.10 લાખ કરોડ રૂપિયા છે. તેમાં HDFC બેન્ક સૌથી મોટી છે. તેની માર્કેટ કેપ 8 લાખ કરોડ રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here