મહારાષ્ટ્રના રાજકારણે ગત વિધાનસભાના પરિણામ સામે આવ્યા બાદ અચનાક નવો વળાંક લીધો હતો. ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને ચૂંટણી લગનારી શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગ સાથે NDA સાથે છેડો ફાડી કોંગ્રેસ અને એનસીપી સાથે નવા ગઠબંધન સાથે મહાવિકાસ અઘાડી (MVA)નુ નિર્માણ કર્યુ. જોકે હાલમાં જ સરકારે એક વર્ષનો કાર્યકાળ પુરો કર્યો છે.

  • ખરાબ રસ્તાને લઈને એનસીપીના નેતાએ શિવસેના પર કર્યો હુમલો 
  • ઔરંગાબાદ શહેરનું નામ બદલવાને લઈને શિવસેના – કોંગ્રેસ આમને સામને
  • સરકાર સંભાજીનગર બનાવવા માટે આધારા બનાવી રહી છે

એક તરફ મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. તે સમયે રાજનીતિક વિશ્લેષક આ ગઠબંધનને લઈને મેળ વગરનું ગણાવી રહ્યા છે. આનું એક માત્ર કારણ શિવસેનાની હિંદુત્વ અને કોંગ્રેસ પાર્ટીની સેક્યૂલર તસ્વીર છે. જો કે ત્રણેય દળોના પ્રવક્તાઓ અને નેતાઓ દ્વારા સતત એ દાવો કરાઈ રહ્યો છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર પોતાના 5 વર્ષનો કાર્યકાળ પુરો કરશે. પરંતુ  તાજા જાણકારી પર ધ્યાન કરીએ તો તેમના દાવા નબળા સાબિત થઈ રહ્યા છે.  ગત કેટલાક સમયમાં ત્રણેય દળોની વચ્ચેના અનબનના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ અને એનસીપીથી શિવસેનાના સંબંધમાં તણાવ જોવા મળી રહ્યો છે.

ખરાબ રસ્તાને લઈને એનસીપીના નેતાએ શિવસેના પર કર્યો હુમલો 

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને એનસીપી નેતા જિતેન્દ્ર અવધે રવિવારે અપ્રત્યક્ષ રુપે થાણે જિલ્લાના કલ્યાણમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને શિવસેનાને જવાબદાર ઠેરવી હતી. જ્યારે એક ભાષણમાં એનસીપીના નેતાએ ખરાબ રસ્તાનો ઉલ્લેખ કર્યો ત્યારે સ્ટેજ પર સ્થાનિક શિવસેનાના ધારાસભ્ય વિશ્વનાથ ભોઈર હાજર હતા.

ઔરંગાબાદ શહેરનું નામ બદલવાને લઈને શિવસેના – કોંગ્રેસ આમને સામને

ઔરંગાબાદ શહેરનું નામ બદલવાને લઈને મહારાષ્ટ્રમાં સત્તારુઢ મહા વિકાસ અઘાડી સરકારમાં સામેલ શિવસેના અને કોંગ્રેસની વચ્ચે રવિવારે આકરી દલીલબાજી થઈ હતી. સીએમ ઉદ્ધવ ઠાકરેએ નીત પાર્ટીને કહ્યું કે જો કોઈને ક્રુર તથા ધર્માંધ મુગલ શાસક ઔરંગજેબ પ્રિય લાગે છે તો તેને ધર્મનિરપેક્ષતા ન કહી શકાય. પલટવારમાં કોંગ્રેસે શિવસેના અને વિપક્ષી પાર્ટી ભાજપ પર નામ બદલવાની રાજનીતિનો આરોપ લગાવ્યો અને પૂછ્યું કે ગત 5 વર્ષોમાં મહારાષ્ટ્રમાં સત્તામાં રહેતા સમયે આ મુદ્દો કેમ યાદ ન આવ્યો?

સંભાજીનગર બનાવવા માટે આધારા બનાવી રહી છે

મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે કહ્યુ કે રાજ્યમાં શિવસેના, રાકાંપા અને કોંગ્રેસની એમવીએ સરકાર સ્થિર છે. સરકાર સીએમપીના અનુસાર કામ કરે છે. ભાવનાત્મક રાજનીતિ માટે કોઈ સ્કોપ નહીં. રાજ્યની પૂર્વવર્તી સરકારમાં રહયોગી રહેલી શિવસેના અને ભાજપ ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજના નામ પર સંભાજીનગર બનાવવા માટે આધારા બનાવી રહી છે.

જો ત્રણેય દળો વચ્ચ ઝડપથી બધુ બરાબર ન થયું તો…

આ તમામ રાજનીતિક નિવેદનો પર નજર નાંખીએ તો શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધમાં બધુ બરાબર નથી. ગઠબંધનના નેતાઓની નિવેદનબાજી આની સાક્ષી બની રહી છે. જો ત્રણેય દળો વચ્ચ ઝડપથી બધુ બરાબર ન થયું તો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે પોતાનો કાર્યકાળ પુરો કરવાને લઈને સંકટના વાદળો છવાઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here