સ્કૂલ દ્વારા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત કે.એ. વણપરિયા સ્કૂલમાં એકસાથે 11 જેટલી વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવતાં શાળાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. આજથી સ્કૂલ ખૂલી રહી હતી અને સ્કૂલ દ્વારા કોરોના સંદર્ભે તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થિનીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં 11 જેટલી વિદ્યાર્થિનીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

નોંધનીય છે કે 11 જાન્યુઆરીથી રાજ્યભરમાં ધો. 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને તાજેતરમાં જ જામનગર જિલ્લાની જોડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે એ અંગે વાંસદામાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે 4 જેટલી વિદ્યાર્થિનીએ ટેસ્ટ કરાવ્યા હતા અને તેમાંથી એકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here