નોર્વેમાં કોરોના વેક્સિન લીધા પછી 29 લોકોનાં મૃત્યુ થયાં છે. તેમની ઉંમર 75 વર્ષ કે તેથી વધારે હતી. એને લીધે હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું દુનિયાભરમાં વૃદ્ધ લોકોને રસી આપવાનો પ્લાન બદલવો પડશે? શું ફાઈઝરની વેક્સિન વૃદ્ધ લોકો માટે જીવલેણ છે? શું અન્ય દેશોમાં પણ આવા કેસ આવ્યા છે?

નોર્વેમાં વેક્સિનેશન ક્યારે શરૂ થયું?
નોર્વેમાં 27 ડિસેમ્બરે વેક્સિનેશન શરૂ થયું હતું. અત્યારસુધીમાં 25 હજારથી પણ વધારે લોકોને વેક્સિન આપી છે. ત્યાં માત્ર ફાઈઝરની mRNA વેક્સિનને જ મંજૂરી મળી છે. એનો ઉપયોગ માટે વૃદ્ધ લોકો પર જ થઈ રહ્યો છે. આ વેક્સિનનો ઉપયોગ અમેરિકા, બ્રિટન અને યુરોપ સહિત અન્ય ઘણા દેશ કરી રહ્યા છે, ત્યાં પણ ગંભીર સાઈડ ઇફેક્ટ્સ દેખાઈ છે.

કઈ ઉંમરના વૃદ્ધને જોખમ છે?
75 વર્ષના. વેક્સિનેશન પછી શરૂઆતના દિવસોમાં 23 વૃદ્ધનાં મૃત્યુ થયાં હતા, તેમની ઉંમર 80 વર્ષ કે એનાથી વધારે હતી. શનિવારે વધુ 6નાં મૃત્યુ થયાં. એ પછી કહેવામાં આવી રહ્યું છે કે 75 વર્ષના વૃદ્ધ ડેન્જર ઝોનમાં છે. તેણે ઘણાબધા પ્રશ્નો ઊભા કર્યા છે.

શું વેક્સિનને લીધે મૃત્યુ થયાં?
હા, નોર્વેની મેડિસિન એજન્સી (NMA)ના જણાવ્યા પ્રમાણે, મોટા ભાગના લોકોનાં મૃત્યુ વેક્સિનની સાઈડ ઇફેક્ટ્સને લીધે થયાં. મરનારામાંથી 13 લોકોનાં મૃત્યુની તપાસ થઈ ગઈ છે. 16 અન્યની તપાસ થઈ રહી છે. જે લોકોનાં મોત થયાં, તેમાંથી મોટા ભાગનાને ગંભીર બેઝિક ડિસઓર્ડર હતા. મોટા ભાગના લોકોમાં ઊલટી, તાવ અને ઇન્જેક્શનની જગ્યાએ રિએક્શન અને તેમની જૂની તકલીફ વધવાની સાઈડ ઈફેક્ટ દેખાઈ.

નોર્વેની ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (NIPH)ના જણાવ્યા પ્રમાણે, જે લોકોનું જીવન ઘણું બચ્યું નથી તેમના માટે વેક્સિન ખૂબ ઓછી લાભદાયી છે અથવા બિલકુલ લાભદાયક નથી. જે લોકોને સિરિયસ ડિસઓર્ડર છે તેમના માટે માઈલ્ડ સાઈટ ઈફેક્ટ્સ જીવલેણ સાબિત થઈ શકે છે.

વેક્સિન કંપનીનું શું કહેવું છે?
નોર્વેમાં ઉપયોગ થઈ રહેલી વેક્સિન બનાવનાર કંપની ફાઈઝરે કહ્યું હતું કે તે જર્મન કંપની બાયોએનટેક સાથે આ મૃત્યુની તપાસ કરી રહી છે. જોકે અત્યારસુધી જે સામે આવ્યું છે એમાં કશું અપ્રત્યાશિત નથી. NIPHને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે વેક્સિનેશન દરમિયાન આ પ્રકારનાં મૃત્યુ અલાર્મિંગ નથી. તેથી તેણે યુવાનો અને સ્વસ્થ લોકો માટે વેક્સિનેશન ચાલુ રાખ્યું છે.

શું આ લોકોની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે?
ના. માસ વેક્સિનેશન અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે. સામાન્ય સિદ્ધાંત કહે છે કે કેટલીક એડવર્સ ઈવેન્ટની આશા રાખી શકાય, જેમાં કેટલાક ગંભીર સાઈડ ઈફેક્ટ્સ અને મૃત્યુ સામેલ છે. નોર્વેના રેગ્યુલેટર અને હેલ્થ અધિકારી એને ગંભીર માની રહ્યા નથી.

રેગ્યુલેટર અને હેલ્થ એજન્સીના મેડિકલ ડાયરેક્ટર સ્ટેનર મેડસને કહ્યું હતું કે અમને એનાથી કોઈ ચિંતા નથી. એ સ્પષ્ટ છે કે આ વેક્સિનથી જોખમ ખૂબ ઓછું છે. ઘણી બીમારીઓથી પીડિત વૃદ્ધો માટે એ ઘાતક સાબિત થઈ રહી છે.

શું નોર્વેએ વેક્સિનેશનમાં કોઈ ફેરફાર કર્યો છે?
હા, નોર્વેના અધિકારીઓએ કોને વેક્સિન આપવી અને કોને ન આપવી એ ડોક્ટર્સ પર છોડી દીધું છે, એટલે કે ડોકટર્સ હવે કેસ-ટુ-કેસ બેઝિઝ પર તપાસ કરશે. જો એવું લાગે કે વૃદ્ધોને વેક્સિન આપવી સેફ છે તો જ તેમને આપવામાં આવશે. આ વેક્સિન ખૂબ વૃદ્ધ અથવા માંદા લોકો માટે જીવલેણ હોઈ શકે છે. નોર્વેમાં જાહેર કરવામાં આવેલું આ અલર્ટ કોઈપણ દેશમાં જાહેર કરવામાં આવેલું આ પ્રકારનું પહેલું છે.

શું ભારતમાં વેક્સિનેશન દરમિયાન સાઇડ ઇફેક્ટ્સ જોવા મળી છે?
હા, રવિવાર સુધીમાં ભારતમાં 2.24 લાખ લોકોને રસી આપવામાં આવી છે. એમાંથી ફક્ત 447 લોકોમાં જ તેની સાઇડ ઇફેક્ટ્સ જોવા મળી છે, એટલે કે 0.2% કેસમાં. ત્રણ કેસને જ હોસ્પિટલોમાં દાખલ થવાની ફરજ પડી હતી. એમાંથી બેને ગઈકાલે રજા આપી દેવામાં આવી.

શું અમેરિકામાં પણ સાઇડ ઇફેક્ટ્સ જોવા મળી છે?
હા, ન્યૂ યોર્ક ટાઇમ્સે જ રિપોર્ટ આપ્યો હતો કે ફ્લોરિડામાં વેક્સિન આપ્યા બાદ એક 56 વર્ષીય ફિઝિશિયનનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ ફાઈઝરે એક નિવેદન બહાર પાડ્યું હતું કે તે આરોગ્ય અધિકારીઓ સાથે આ મામલે તપાસ કરી રહી છે. તેમણે એ વાત પણ નકારી કાઢી હતી કે મૃત્યુનો રસી સાથે કોઈ સંબંધ છે.

યુરોપિયન મેડિસિન્સ એજન્સી યુરોપિયન યુનિયનમાં મેડિકલ પ્રોડક્ટ્સની તપાસ કરે છે. ત્યાર બાદ તેને મોનિટર પણ કરે છે. તેણે કહ્યું હતું કે યુરોપિયન યુનિયનમાં સપ્લાઇ કરનારી કંપનીઓની પ્રોડક્ટ્સની સમીક્ષા દર મહિને કરવામાં આવશે. ફાઇઝરની વેક્સિનની સમીક્ષા આવતા અઠવાડિયે કરવામાં આવશે તો ચોક્કસપણે નોર્વેમાં થયેલાં મૃત્યુનો મુદ્દો ઊભો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here