સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનું મોટુ ઓપરેશન પાર પાડવા ખુદ CM રૂપાણી હોમટાઉન રાજકોટ જવાની હોવાની રાજકિય ચર્ચાઓ થઈ રહી છે. ચૂંટણી પંચે અંતિમ યાદી પણ જાહેર કરી દીધી છે ત્યારે હવે આગામી સમયમાં ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
  • ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાની સંભાવના
  • CM રૂપાણીને સોંપાઈ મિશન રાજકોટ
  • ચૂંટણીપંચે અંતિમ મતદાર યાદી જાહેર કરી 

રાજકોટ કોંગ્રેસમાં થશે મોટુ ભંગાણ

કોંગ્રેસની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો સહિત રૂરલ એરિયામાં સારી પકડ છે ત્યારે ભાજપે તોડજોડની નીતિ અપનાવી જીતેલા કોંગી નેતાઓને પણ પોતાના પક્ષે લઈ લીધા છે ત્યારે આ વખતે પણ આ સ્થાનિક ચૂંટણી જીતવા પણ ચૂંટણી જાહેર થાય એ પહેલા જ તોડજોડની નીતિના શ્રી ગણેશ કરી દીધા છે. જેને લીધે રાજકોટ કોંગ્રેસમાં મોટુ ગાબડું પડવાની સંભાવનાઓ રાજનૈતિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. 

CM રૂપાણીને સોંપાઈ મિશન રાજકોટ

ગાંધીનગરમાં રાજકિય સૂત્રોનું માનીયે તો રાજકોટના નામાંકિત લોકો-કોંગ્રેસ નેતાઓ કેસરીયો કરશે. એટલું જ નહીં આની જવાબદારી મિશન રાજકોટ તરીકે CM રૂપાણીની સોંપાઈ છે. 21મી જાન્યુઆરીએ CM રૂપાણી સ્પેશ્યલ હોમટાઉન આવશે અને CM રૂપાણીની હાજરીમાં જ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાશે. 

શું કહે છે CM રૂપાણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે CMનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં CM રૂપાણીએ જણાવ્યું છે કે, ભાજપ ચૂંટણી માટે તૈયાર છે. ચૂંટણીમાં ભાજપ જવલંત વિજય મેળવશે. ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાની સંભાવના છે. 

કોંગ્રેસના મરણિયા પ્રયાસ

ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષ તરીકે ધારાસભ્યના બળથી લઈને સ્થાનિક લેવલે પણ સારૂ એવું પ્રભુત્વ ધરાવે તેમ છતાં કોંગ્રેસમાં આતંરિક વિખવાદ અને ભાજપની લોભામણી ઓફરોને પગલે કોંગ્રેસીઓ ભગવો ધારણ કરી લે છે. ત્યારે કોંગ્રેસના ભાજપના મિશન રાજકોટ વિશે અણસારો આવી ગયો છે. કોંગ્રેસને નેતા તૂટવાના ડરથી દોડવાનું શરૂ કર્યું છે. અને જનસંપર્કથી લઈને અવનવા કાર્યક્રમો આપી કોંગ્રેનો ગઢ સાચવવાની કોશિશ કરવામાં આવી રહી છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત, 55 નગરપાલિકા અને  6 મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ચૂંટણીપંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર થઈ કરી દેવામાં આવી છે. અને આગામી ફેબ્રુઆરીમાં ટૂંટણી જાહેર થઈ શકે તેમ છે. 

ચૂંટણીપંચે અંતિમ મતદાર યાદી જાહેર કરી 

  • રાજ્યમાં 4 કરોડ 72 લાખ 43 હજાર 631 મતદારો
  • રાજ્યમાં 3.94 લાખ મતદારો ઘટ્યા 
  • 10.88 લાખ નવા મતદારો નોંધાયા 
  • 2 કરોડ 45 લાખ 05 હજાર 452 પુરૂષ મતદારો
  • 2 કરોડ 27 લાખ 36 હજાર 865 મહિલા મતદારો
  • ત્રીજી જાતિના 1314 મતદારો નોંધાયા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here