રાપર : તાલુકાના ત્રિકમવાંઢ (ડાવરી) મધ્યે પરણીતાની એકલતાનો લાભ લઈ લાજ લેવાનો પ્રયાસ તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. બાલાસર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ત્રિકમવાંઢ (ડાવરી) મધ્યે રહેતી પરણીતાની એકલતાનો લાભ લઈ આરોપી અજીતભાઈ હરીભાઈ કોલી તથા લાલજી હરીભાઈ કોલીએ (રહે. બન્ને ત્રિકમવાંઢ) પરણીત મહિલાની ઈજ્જત લેવાનો પ્રત્યન કર્યું હતું તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here