રાજસ્થાનમાં જ્યાં સોમવારે શાળા-કોલેજોને ખોલવામાં આવી. ત્યારે બપોર થતા થતા બીજી એક ખુશખબર સામે આવી છે. કોરોના પ્રોટોકોલ હેઠળ રાજસ્થાનમાં લાગુ કરવામાં આવેલા નાઇટ કર્ફ્યૂને સરકારે ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
  • રાજસ્થાનમાં રાત્રી કર્ફ્યૂ હટાવાયુ
  • કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ લેવાયો નિર્ણય 
  • CM ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય

સોમવારે થયેલી કોરોના સમીક્ષા બેઠકમાં ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે નાઇટ કર્ફ્યુ હટાવવા પર સહમતી દર્શાવી છે. સાથે જ અન્ય પ્રતિબંધો પર પણ છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને માહિતી આપી છે. હવે ગૃહ વિભાગ આ મામલે સત્તાવાર જાહેરાત કરશે. સાથે જ વિભાગ તરફથી આ સંબંધમાં SOP પણ જાહેર કરવામાં આવશે.

હેલ્થ પ્રોટોકૉલને અપનાવવું જરૂરી

તમને જણાવી દઇએ કે સોમવારે મુખ્યમંત્રી આવાસ પર થયેલી બેઠકમાં કોરોનાથી જોડાયેલ અલગ અલગ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન અધિકારીઓને સલાહ સૂચન કરીને મુખ્યમંત્રી ગેહલોતે નાઇટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લીધો છે. 

મળતી માહિતી અનુસાર, આ નિર્ણયમાં એ નક્કી થયું છે કે, તબક્કાવાર પ્રદેશમાં હવે કોરોનાને લઇને લાગેલા પ્રતિબંધોને હટાવવામાં આવે. સાથે જ મુખ્યમંત્રીને અધિકારીઓએ એમ પણ કહ્યું કે, નાઇટ કર્ફ્યુ સહિત તમામ પ્રતિબંધોને ખતમ કરવાની સાથે હેલ્થ પ્રોટોકૉલનું પાલન કરવું જરૂરી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here