જોઈ કોઈ વ્યક્તિ રેગ્યુલર દવા લઈ રહ્યો છે, જેની સીધી અસર તેના ઈમ્યુન સિસ્ટમ પર થાય તો તેવી વ્યક્તિએ હાલ કોવેક્સિન ન લગાવવી જોઈએઃ ભારત બાયોટેક.

કોરોના વાઈરસ વિરુદ્ધ ચાલી રહેલા જંગમાં દેશમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ચૂકી છે. કોવેક્સિન બનાવનાર ભારત બાયોટેક તરફથી ગત દિવસે એક ફેક્ટશીટ જાહેર કરાઈ, જેમાં કોવેક્સિન સાથે જોડાયેલા સવાલોનો જવાબ આપવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે જોઈ કોઈ વ્યક્તિ રેગ્યુલર દવા લઈ રહ્યો છે, જેની સીધી અસર તેના ઈમ્યુન સિસ્ટમ પર થાય તો તેવી વ્યક્તિએ હાલ કોવેક્સિન ન લગાવવી જોઈએ. ભારત બાયોટેક તરફથી અપીલ કરવામાં આવી છે કે જે લોકોને કોઈ પ્રકારની એલર્જી હોય અથવા કોઈ ગંભીર બીમારી હોય તો એવા લોકો પણ વેક્સિન લેતાં પહેલાં જાણ જરૂર કરે.

ભારત બાયોટેકના જણાવ્યા પ્રમાણે, આવા લોકોએ પણ વેક્સિન ન લેવી જોઈએ
જેમને કોઈ એલર્જી હોય, તાવ હોય, ઈમ્યુન સિસ્ટમ સાથે જોડાયેલી દવાઓ લઈ રહ્યા હોય, ગર્ભવતી મહિલા હોય અથવા તો બાળકને સ્તનપાન કરાવનાર મહિલા હોય.

જેમને કોઈ એલર્જી હોય, તાવ હોય, ઈમ્યુન સિસ્ટમ સાથે જોડાયેલી દવાઓ લઈ રહ્યા હોય તેમને વેક્સિન ન લેવી જોઈએ.

જેમને કોઈ એલર્જી હોય, તાવ હોય, ઈમ્યુન સિસ્ટમ સાથે જોડાયેલી દવાઓ લઈ રહ્યા હોય તેમને વેક્સિન ન લેવી જોઈએ.

વેક્સિન લીધા પછી આડઅસરના 500 કેસ નોંધાયા
ભારત બાયોટેક તરફથી આ ફેક્ટશીટ ત્યારે જાહેર કરવામાં આવી, જ્યારે વેક્સિનેશન પોતાની ગતિ પકડી ચૂક્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં અત્યારસુધીમાં લગભગ 500 એવા કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યાં વેક્સિન લેનાર વ્યક્તિને તકલીફ થઈ હોય.

વેક્સિન લેતાં પહેલાં પોતાની તમામ માહિતી આપો

  • આ તમામ કારણોને ધ્યાનમાં રાખતાં ભારત બાયોટેકે તમામ સાવધાનીઓને જાહેર કરી છે. કંપનીનું કહેવું છે કે તમે જ્યારે વેક્સિનેશન સેન્ટર પર જાઓ તો અધિકારીઓને તમારી બધી તકલીફ જણાવજો.
તમે જ્યારે વેક્સિનેશન સેન્ટર પર જાઓ ત્યારે અધિકારીઓને તમારી બધી તકલીફ જણાવજો.

તમે જ્યારે વેક્સિનેશન સેન્ટર પર જાઓ ત્યારે અધિકારીઓને તમારી બધી તકલીફ જણાવજો.

  • કંપનીનું નિવેદન છે કે વેક્સિનનો બીજો ડોઝ લીધા પછી વ્યક્તિને ત્રણ મહિના સુધી રેગ્યુલર ફોલો કરાશે અને તેનું અપડેટ લેવાશે. ભારત બાયોટેક અંગે ઘણી વખતે ઘણા સવાલો ઊભા થઈ ચૂક્યા છે, જેમાં કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ, તેની મંજૂરી પર શંકા વ્યક્ત કરવામાં આવી ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here