એક તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પોતાના મંત્રિમંડળનો વિસ્તાર કરવામાં લાગ્યા છે બીજી તરફ પાર્ટીનો એક સમૂહ તેમને દિલ્હી બેલાવી મોટી જવાબદારી સોંપાવા માટે યોગ્ય વિકલ્પ માની રહ્યું છે. રાહુલ ગાંધીએ હજું સુધી એ વાતમાં હામી નથી ભરી કે કોંગ્રેસ અધ્યક્ષ પદને ફરી સંભાળવા તૈયાર છે. ગહેલોત ગાંધી પરિવાર દ્વારા તપાસાયેલા અને ભરોસેમંદ પણ છે.

Ads by 

  • રાહુલે હજું સુધી આ પદ માટે હા નથી પાડી
  • અશોક ગહેલોતને આ પદ પર સૌથી ઉપયુક્ત ગણવામાં આવ્યા છે
  • ગહેલોત દિલ્હી આવી ગયા હતા પણ…

રાહુલે હજું સુધી આ પદ માટે હા નથી પાડી

હકિકતમાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની જગ્યા પાર્ટીને સ્થાઈ અધ્યક્ષ પર જલ્દી નિર્ણય લેવાનો છે. રાહુલ સમર્થક તેમના રાજીનામા આપ્યા બાદથી જ તેમને પુનઃ અધ્યક્ષ બનવા માટે મનાવી રહ્યા છે. જ્યારે રાહુલે હજું સુધી આ પદ માટે હા નથી પાડી. જે સ્થાયી અધ્યક્ષ બનશે તેને રાહુલ ગાંધીના કાર્યકાલનો બાકીનો સમય મળશે. જો કે રાહુલના વિદેશથી પાછા ફર્યા બાદથી તેમના સમર્થકો ફરી તેમને આ જવાબદારી સંભાળવા માટે તૈયાર કરવા એક જૂથ થાય છે.

અશોક ગહેલોતને આ પદ પર સૌથી ઉપયુક્ત ગણવામાં આવ્યા છે

પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે જો રાહુલ ગાંધી તૈયાર ન થાય તો તેવામાં કોઈ સ્થાઈ અધ્યક્ષ બનાવવો જરુરી છે. તેવામાં સોનિયા ગાંધીની સક્રિયતાને જોતા કાંતો સ્થાયી જવાબદારી સંભાળવાની રહેશે અથવા વિકલ્પ તરીકે કોઈ વરિષ્ઠ નેતાને તૈયાર કરવાના રહેશે. આ સમગ્ર મામલામાં જે નામ સામે આવ્યું છે તેમાં અશોક ગહેલોતને આ પદ પર સૌથી ઉપયુક્ત અને નવા જૂનાની વચ્ચે સારા તાલમેલ બેસાડનારા મનાઈ રહ્યા છે.

ગહેલોત દિલ્હી આવી ગયા હતા પણ ..

સૂત્રોના જણાવ્યાનુંસાર ગત વર્ષ અશોક ગહેલોતને આ પ્રકારનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ દિલ્હીના કેટલાક નેતાઓના હસ્તક્ષેપને કારણે તે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર થયા નહોંતા. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય ગહેલોત ને જ લેવાનો છે કે તે રાજસ્થાન છોડીની દિલ્હી આવે. હકિકતમાં ગહેલોત મહાસચિવ સંગઠન દિલ્હી જરુર આવી ગયા હતા પરંતુ રાજસ્થાનની ચૂંટણી આવતા તેમને પોતાની સક્રિયતા ફરી વધારવી પડી હતી અને ફરી સીએમ પદનો દાવો પણ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here