રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB)એ NTPC ભરતી પરીક્ષાના ત્રીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા માટે એક્ઝામ શિડ્યુઅલ જારી કર્યું છે. બોર્ડની તરફથી જારી નોટિફિકેશનના અનુસાર, ત્રીજા તબક્કાની એક્ઝામ 31 જાન્યુઆરીથી શરૂ થશે, જે 12 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્રીજા તબક્કાની પરીક્ષામાં લગભગ 28 લાખ ઉમેદવારો સામેલ થશે. અગાઉ બીજા તબક્કાની એક્ઝામ 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે, જે 30 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

21 જાન્યુઆરીથી ચેક કરી શકાશે એક્ઝામ સિટી અને ડેટ
ત્રીજા તબક્કાની પરીક્ષા માટે એક્ઝામ સિટી અને ડેટ ચેક કરવાની લિંક 21 જાન્યુઆરી 2021થી ઓફિશિયલ વેબસાઈટ http://www.rrbcdg.gov.in/અને રેલવેની રિઝનલ વેબસાઈટ પર એક્ટિવ થઈ જશે. ઉમેદવારોને તેમના મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પર જાણકારી આપવામાં આવશે. જે ઉમેદવારોના મોબાઈલ પર મેસેજ નહીં આવે, તેમની એક્ઝામ આગામી તબક્કામાં લેવામાં આવશે, જેની તારીખો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવશે.

27 જાન્યુઆરીથી એક્ટિવ થશે એડમિટ કાર્ડ માટે લિંક
પરીક્ષા માટે એડમિટ કાર્ડ પરીક્ષાના 4 દિવસ પહેલાં જારી થશે. એટલે કે તમામ રિઝનલ વેબસાઈટ પર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની લિંક 27 જાન્યુઆરીથી એક્ટિવ થશે. કોઈપણ પ્રકારની સમસ્યા થવા પર વિદ્યાર્થીઓ જારી કરવામાં આવેલા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકે છે. તે ઉપરાંત બોર્ડે વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે તેઓ કોઈપણ અન્ય સોર્સ પાસેથી મળતી જાણકારીથી ગેરમાર્ગે ન દોરાય અને માત્ર ઓફિશિયલ વેબસાઈટ પર જારી સૂચના પર જ વિશ્વાસ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here