નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂક્યો.

  • રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતી રેલવેલાઇન પસાર થાય છે, જ્યાં 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છે
  • રેલવે ઓવરબ્રિજ બની જતાં 10 લાખ લોકોને રાહત મળશે

અમદાવાદ શહેરમાં એક પછી એક બ્રિજનું લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે આજે અમદાવાદ શહેરના થલતેજ-શીલજને જોડતા રાંચરડા ચાર રસ્તા પર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 55 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ તૈયાર થયો છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાંચરડા ચાર રસ્તા ઓવરબ્રિજ બનાવ્યો છે. રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતી રેલવેલાઇન પસાર થાય છે. 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છે. જ્યારે ટ્રેન નીકળે એટલે ફાટક 5 મિનિટથી વધારે બંધ રહે એટલે 24 કલાકમાં 6 કલાક ફાટક બંધ રહેતો હતો, જેને કારણે 10 લાખ લોકો પ્રભાવિત થતા હતા. પરંતુ થલતેજ- શીલજ- રાંચરડા ચાર રસ્તા રેલવે ઓવરબ્રિજ બની જતાં 10 લાખ લોકોને રાહત મળશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિડિયો-કોન્ફરન્સથી રેલવે ઓવરબ્રિજના લોકાર્પણમાં જોડાયા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિડિયો-કોન્ફરન્સથી રેલવે ઓવરબ્રિજના લોકાર્પણમાં જોડાયા.

અમિત શાહ વિડિયો-કોન્ફરન્સથી રેલવે ઓવરબ્રિજના લોકાર્પણમાં જોડાયા
આ બ્રિજ બનાવવા માટે 60 કરોડ રૂપિયાનો અંદાજ હતો, પણ 55 કરોડમાં કામ પૂર્ણ થયું છે, એટલે અંદાજ કરતાં પણ ઓછા ખર્ચમાં રેલવે ઓવરબ્રિજ તૈયાર થયો છે. આ બ્રિજનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં લોકાર્પણ કરાયું છે. અમિત શાહ વિડિયો-કોન્ફરન્સથી રેલવે ઓવરબ્રિજના લોકાર્પણમાં જોડાયા હતા. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂક્યો છે.

હવે બ્રિજ બની જતાં જ વાહનચાલકોને રાહત મળશે.

હવે બ્રિજ બની જતાં જ વાહનચાલકોને રાહત મળશે.

હવે બ્રિજ બની જતાં જ વાહનચાલકોને રાહત મળશે
આ પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલવે ઓવરબ્રિજ બનવાને કારણે થલતેજથી શીલજ જવા માટે સમય પણ બચશે અને ટ્રાફિક પણ નહીં થાય. બ્રિજ બન્યા પહેલાં થલતેજથી શીલજ જવા માટે ફાટક આવતો હતો અને ટ્રેન પસાર થઈ જાય ત્યાં સુધી વાહનચાલકોએ રાહ જોવી પડતી હતી, પરંતુ હવે બ્રિજ બની જતાં જ વાહનચાલકોને રાહત મળશે.

રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં 1050 ટન ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022 સુધીમાં દેશમાં 1 લાખથી વધુ ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની બચત થશે. થલતેજ- શીલજ -રાંચરડા રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં સૌ પ્રથમવાર 1050 ટન ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અમદાવાદ દેશમાં ઝડપથી વિકાસ પામી રહેલું શહેર છે, ત્યારે શહેરની 65 લાખની જનતાને તમામ પ્રકારની વ્યવસ્થા – સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ઓવરબ્રિજ નીચેથી પસાર થતી રેલવે લાઈન પર રોજની 100 ટ્રેન પસાર થાય છે. તેના કારણે ઘણાં બધાં માનવ કલાકો તથા ઇંધણનો વપરાશ થતો હતો. આ વિસ્તાર પણ છેલ્લા 15 વર્ષમાં ખૂબ ઝડપથી વિકસ્યો છે. જેથી ટ્રાફિકની પણ સમસ્યા રહેતી હતી, પરંતુ આ ઓવરબ્રિજના નિર્માણથી આ બધી સમસ્યાઓનો અંત આવશે.

ઓવરબ્રિજના નિર્માણમાં 1050 ટન ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો

ઓવરબ્રિજના નિર્માણમાં 1050 ટન ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો

ગાંધીનગર થી રાજકોટ સુધીના છ માર્ગીય રસ્તાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે
તાજેતરમાં એસ.જી. હાઈવે પર બે ઓવરબ્રિજ ખુલ્લા મૂકવામાં આવ્યા હતાં. ગાંધીનગર થી રાજકોટ સુધીના છ માર્ગીય રસ્તાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બધાથી વધતી ટ્રાફિકની સમસ્યાઓનો અંત આવશે. તેમણે કહ્યું કે, આ રેલવે ઓવરબ્રિજ સિમેન્ટના સ્લેબના બદલે લોખંડના હેવી ગર્ડરોથી નવી ડિઝાઈનથી બનેલો બ્રિજ છે. જે હજારો ભારેખમ ટ્રકોનો પણ ભાર સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ભારતમાં આવી માત્ર બે જ સ્ટીલની મીલો છે જે તેને બનાવે છે. તાજેતરમાં કલોલમાં રૂ. ૩ કરોડના ખર્ચે લોકાર્પણ થયેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ મેડિકલના સાધનો માટે રૂ. 72 લાખની સહાય કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here