કારે અડફેટે લેતા 3 વર્ષીય બાળકનું મોત

  • રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી પોલીસે ફરાર ચાલકને શોધવા તજવીજ હાથ ધરી

હારીજના નામાગામથી વેજાવાડા વચ્ચે ખેતરેથી ઘરે આવી રહેલા એક બાળકને કાર ચાલકે કચડી નાંખ્યો હતો. લોહીલુહાણ હાલતમાં પિતા બાળકને લઇને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત કર્યા બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થયા બાદ એકઠાં થયેલા લોકો રોષે ભરાયા હતા અને કારમાં તોડફોડ કરી હતી. બનાવ અંગે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3 વર્ષીય સહદેવ કાર નીચે આવી ગયો હતો
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, હારીજ તાલુકાના નાણાગામે ઠાકોર પરિવારમાં એક બેસણુ હતું. એ સમયે ફુઆ અને ફોઇ સાથે 3 વર્ષીય સહદેવજી ઠાકોર ખેતરે ગયો હતો અને ત્યાંથી પરત આવી રહ્યો હતો. બુધવારે સાંજે સરસ્વતી નદીના ડીપમાં રોડ પર ત્રણેય ચાલીને જઇ રહ્યાં હતા, એ સમયે ત્યાંથી જીજે 18 એએ 6736 નંબરની સેન્ટ્રો કાર લઇને ચાલક આવી રહ્યો હતો. જેણે 3 વર્ષીય સહદેવને અડફેટે લીધો હતો અને સહદેવ કારની નીચે આવી ગયો હતો.

રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી

રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી

બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી
અકસ્માત થયા બાદ કાર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. એ સમયે હજાર ફૂઆએ બાળકના પિતાને બનાવ અંગે જાણ કરી હતી. બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો. પિતા સહદેવને તાત્કાલિક ખાનગી વાહનમાં હારીજના સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન સહેદવનું મોત નીપજ્યું હતું. બાળકના મોત બાદ અકસ્માત સ્થળે એકઠાં થયેલા લોકો રોષે ભરાયા હતા અને કારમાં તોડફોડ કરી હતી. પિતાએ સેન્ટ્રો કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરાર કાર ચાલકને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here