જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળો દ્વારા આ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવામાં આવ્યું છે. આતંકીઓ સાથે સુરક્ષાદળની અથડામણ શોપિયા જિલ્લાના સુગન વિસ્તારમાં થઇ છે
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગુપ્ત એજન્સીને સુગન વિસ્તારમાં છુપાયા હોવાના ઇન પુટ મળ્યાં હતા. ત્યારબાદ સુરક્ષાદળની ટીમે આ વિસ્તારને ઘેરી લીધો. આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોઇ પર ફાયરિંગ કર્યું. જેની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર કરાયા છે. હાલમાં દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે આ અગાઉ હાઇવે પર દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પાંપોરમાં સોમવારે બપોર બાદ લશ્કર-એ-તોયબાના હુમલામાં સીઆરપીએફની રોડ ઓપેનિગ પાર્ટી (ROP)ના બે જવાબ શહીદ થયા હતા, જ્યારે અન્ય ત્રણ જવાન ઘાયલ થયા હતા.