આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલ 92.28 રૂપિયા પ્રતિ લિટર થયું છે તો ડીઝલની કિંમતોએ રેકોર્ડ લેવલ બનાવ્યું છે.

  • સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
  • દેશમાં ડીઝલની કિંમતોએ અનેક રાજ્યોમાં રેકોર્ડ લેવલ બનાવ્યું
  • અઢી મહિનામાં 5 રૂપિયા સુધી વધ્યા ડીઝલના ભાવ

આજે સતત બીજા દિવસે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા અનેક દિવસોથી થોડા થોડા વદતા ભાવથી ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. મંબઈમાં પેટ્રોલ 92.28 રૂપિયા પ્રતિ લિટર થયું તો દિલ્હીમાં શનિવારે પેટ્રોલ 85.70 રૂપિયા અને ડીઝલ 75. 88 રૂપિયા થયું છે. દેશમાં ડીઝલની કિંમતોએ અનેક રાજ્યોમાં રેકોર્ડ લેવલ બનાવ્યું છે.  

અઢી મહિનામાં 5 રૂપિયા સુધી વધ્યા ડીઝલના ભાવ

ડા થોડા અંતરે કરીને ડીઝલના ભાવમાં છેલ્લા અઢી મહિનામાં લગભગ 5 રૂપિયા પ્રતિ લિટરે વધારો થઈ ચૂક્યો છે. પહેલાથી ભારે કિંમતોથી પરેશાન ટ્રાન્સપોર્ટ્સ હવે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં 10-15 ટકાનો વધારો કરી રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં આ બીજી વખતનો વધારો છે. ટ્રાન્સપોર્ટ્સની માનીએ તો આ કિંમતો એટલી વધી છે કે કન્ઝ્યુમર પર બોઝ વધવા સિવાય કોઈ વિકલ્પ નથી. 


ચેક કરી લો આજના દિવસે તમારા શહેરમાં કેટલો છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ

  • દિલ્હી – પેટ્રોલ 85.70 રૂપિયા અને ડીઝલ 75.88 રૂપિયા પ્રતિ લિટર
  • મુંબઈ – પેટ્રોલ 92.28  રૂપિયા અને ડીઝલ 82.66 રૂપિયા પ્રતિ લિટર
  • કોલકત્તા- પેટ્રોલ 87.11 રૂપિયા અને ડીઝલ  79.48 રૂપિયા પ્રતિ લિટર
  • ચેન્નઈ –  પેટ્રોલ 88.29  રૂપિયા અને ડીઝલ 81.14 રૂપિયા પ્રતિ લિટર
  • બેંગલુરુ-  પેટ્રોલ  88.591 રૂપિયા અને ડીઝલ 80.47 રૂપિયા પ્રતિ લિટર
  • ગુરુગ્રામ –  પેટ્રોલ 83.85 રૂપિયા અને ડીઝલ 76.4 રૂપિયા પ્રતિ લિટર
  • નોઈડા –  પેટ્રોલ 85.21 રૂપિયા અને ડીઝલ 76.33  રૂપિયા પ્રતિ લિટર

  
સામાન્ય માણસને થશે આવી અસર

ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય માણસની મુશ્કેલી વધારી છે. મોંઘા ડીઝલ અને ખેડૂત આંદોલનના કારણે સામાનનો સપ્લાય ઘટી રહ્યો છે. ફળ અને શાકના ભાવ પણ ઉંચા જઈ રહ્યા છે. દિલ્હીમાં ડીઝલની કિંમતો ઓલ ટાઈમ હાઈથી 7 પૈસા ઘટી છે. મુંબઈમાં આ રેકોર્ડ લેવલને પાર કરી ચૂકી છે. 

આ આધારે બદલાય છે પેટ્રોલ અને ડીઝલની કિંમત

વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર આવે છે. પેટ્રોલ  અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેના ભાવ ડબલ થાય છે. ઉલ્લેખનીય છે કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

આ રીતે જાણો તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ

પેટ્રોલ ડીઝલના ભાવ રોજ સવારે 6 વાગે અપડેટ થાય છે. રોજના રેટ તમે એસએમએસની મદદથી પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP લખીને 9224992249  પર બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે. 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here