કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા સામે પંજાબ-હરિયાણાના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન છેલ્લા 50 દિવસથી પણ વધારે સમયથી ચાલી રહ્યું છે. આ વચ્ચે ખેડૂત નેતાઓ અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે શુક્રવારે 11માં તબક્કાની બેઠક ફરી કોઇ પરિણામ વગર પુરી થઇ ગયેલી જોવા મળી હતી.

ખેડૂતોને આ બેઠકમાં સરકાર દ્વારા કૃષિ કાયદા પર નિયત કરેલા સમય સુધી રોક લગાવાના પ્રસ્તાવને નામંજૂર કરી દીધો હતો. બેઠક પુરી થયા બાદ રાત્રે પત્રકારો સાથેની વાતચીતમાં ખેડૂત નેતાઓએ મોટો આરોપ લગાવ્યો છે. 

જમ્હૂરી ખેડૂત સભાના મહાસચિવ કુલવંત સિંહ સંધૂએ મોટો આરોપ લગાવતા કહ્યું કે ખેડૂતોના આંદોલને વેર-વિખેર કરવા માટે એજન્સીઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પ્રદર્શનકારી ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો છે કે 26 જાન્યુઆરીના રોજ પ્રસ્તાવિત ટ્રેકટર રેલી દરમિયાન તેમાંથી 4 લોકોની હત્યા કરવામાં અને અશાંતિ જેવી પરિસ્થિતિ ઉભી કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.

સિંધુ બોર્ડર પર મોડી રાત્રે પત્રકાર સાથેની વાતચીત દરમિયાન ખેડૂત નેતાઓએ એક વ્યક્તિને રજૂ કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે તેમની ટીમના સભ્યોને ટ્રેકટર રેલી દરમિયાન કથિત રીતે પોલીસકર્મી બનીને ભીડ પર લાઠીચાર્જ કરવા અંગે જણાવામાં આવ્યું. છે.

 

ખેડૂત નેતા કુલવંત સિંહ સિંધૂએ આરોપ લગાવ્યો કે કૃષિ કાયદા સામે જારી આંદોલનમાં હસ્તક્ષેપ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત સંગઠનોએ સરકાર સાથે 10માં તબક્કાની વાર્તા દરમિયાન મળી રહેલી NIA નોટિસનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો.

જેના પર કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતા કહ્યું કે જો કોઇ નિર્દોષને NIA ની નોટીસ ગઇ તો ખેડૂત સંગઠન સરકારને એવા લોકોના નામની યાદી આપે. અમે તના પર વિચારણા કરીશું અને જોઇશું કે કોઇ નિર્દેશને મુશ્કેલી ન પડે. 

ખેડૂતોની મદદે આવી પંજાબ સરકાર 

છેલ્લા બે મહિનાથી કિલહીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો ગઇકાલે 11 માં રાઉન્ડની વાતચીત પછી પણ ઉકેલ આવ્યો નથી એટલે મોદી સરકારએ ખેડૂતોને આજે કહી દઇશું કે આ પ્રસ્તાવ પછી હવે આગળ કોઈ વાતચીત થઈ શકશે નહીં, પરંતુ ખેડૂતોની આ સમસ્યા વચ્ચે હવે પંજાબ સરકાર તેમની મદદે આવી છે અને સરકારએ મોટું એલાન કરતાં કહ્યું છે કે આ આંદોલનમાં જે પણ ખેડૂતો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારના એક-એક સભ્યને સરકારી નોકરી અને પાંચ-પાંચ લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here