અમેરિકી કંપની સ્પેસ એક્સના રોકેટ ફાલ્કન-9 રોકેટ દ્વારા વધુ 60 ઉપગ્રહ સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ સાથે સ્પેસ એક્સના સ્ટારલિન્ક નામે ઓળખાતા ઉપગ્રહોની કુલ સંખ્યા 955 થઈ છે.અત્યાર સુધીમાં 1015 ઉપગ્રહો લૉન્ચ થઈ ચૂક્યા છે અને તેમાંથી 960 જેટલા સક્રિય છે. આ કંપની અમેરિકી ઉદ્યોગપતી-વિજ્ઞાની-એન્જિનિયર એલન મસ્કની છે, જેઓ ટેસ્લા મોટર્સ માટે વધુ જાણીતા છે.

મસ્ક

આકાશી ઈન્ટરનેટના 1 ટ્રિલિયન ડૉલરના માર્કેટમાં મસ્કની આગેકૂચ

આગામી સમયમાં જગતવ્યાપી ઈન્ટનેટ કનેક્શન પુરા પાડવામાં ઉપગ્રહોનો મહત્ત્વનો રોલ સાબિત થવાનો છે (અત્યારે મોટાભાગના ઈન્ટરનેટ કનેક્શન અન્ડરવોટર કેબલ દ્વારા આવે છે).ઈન-ફ્લાઈટ ઈન્ટરનેટ, દરિયાઈ જહાજો માટે જરૂરી કનેક્શન તથા ભારત-ચીનમાં વધતી ઈન્ટરનેટ ડિમાન્ડને કારણે આકાશમાંથી પુરા પડાતા ઈન્ટરનેટનું માર્કેટ 1 ટ્રિલિયન (લાખ કરોડ) ડૉલર થશે. આ માર્કેટ પર કબજો જમાવવા એલને તૈયારી આરંભી દીધી છે.

મસ્ક કુલ 30 હજાર ઉપગ્રહોનું જંગી નેટવર્ક ઉભું કરવા માંગે છે

એલન મસ્ક કુલ 30 હજાર ઉપગ્રહોનું જંગી નેટવર્ક ઉભું કરવા માંગે છે. એ સંદર્ભમાં જ વધુ 60 ઉપગ્રહો લૉન્ચ કરાયા હતા. એલનના આ સાહસથી ભવિષ્યમાં આકાશી કચરો (સ્પેસ જન્ક) વધશે એવો ભય છે અને મોનોપોલીનો પણ ભય છે. જોકે મસ્કે ભંગાર પરત ધરતી પર લાવી શકાય એવી ટેકનોલોજી પર કામગીરી શરૂ કરી દીધી છે.

એલન મસ્ક ઉપરાંત એમેઝોન, સેમસંગ, બોઇંગ, વનવર્લ્ડ સહિતની કંપનીઓ પોતાના ખાનગી ઉપગ્રહો ગોઠવવાની દિશામાં કામગીરી કરી રહી છે. આ ઉપગ્રહ માંડ 100થી 500 કિલોગ્રામ સુધીનુ વજન ધરાવતા હોય છે. માટે મોટી સંખ્યામાં તેની ગોઠવણી મુશ્કેલ નથી. આ સેટેલાઈટ દ્વારા અમેરિકા, કેનેડા, યુ.કે.માં ઈન્ટરનેટ પુરૂં પાડવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here