જ્યારે વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નના સમાચાર જોરમાં આવી રહ્યા હતા, ત્યારે ટીવી એક્ટર કરણવીર મેહરાએ ગર્લફ્રેન્ડ નિધિ વી શેઠ સાથે લગ્નસંબંધમાં જોડાઇ ગયા છે. આ દંપતી હંમેશ માટે એકબીજાના થઇ ગયા છે. બંનેના લગ્નના ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

‘પવિત્ર રિશ્તા’ ફેમ કરણ વીર મેહરાએ રવિવારે બપોરે નિધિ વી શેઠ સાથે પરંપરાગત રિવાજ દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યા. તેના લગ્નમાં અભિનેતા વાઇન કલરની શેરવાની અને માથા પર પાઘડી પહેરેલો જોવા મળ્યો હતો. આ સાથે, અભિનેતાએ તેની પત્નીની લહેંગા સાથે મેચિંગ સાફો પહેર્યો છે. .

લગ્નમાં ક્રીમ રંગની એમ્બ્રોઇડરીવાળા લહેંગામાં નિધિ સુંદર લાગી રહી હતી. લાલ લહેંગા અને લાલ ચુડા સાથે જ્વેલરી મેચિંગ તેની સુંદરતામાં વધારો કરી રહી છે. બન્ને કપલ એકબીજાનો હાથ પકડીને જબરદસ્ત પોઝ આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here