ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઇને ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે ભારતીય સેનાઓ સંયુક્ત સૈન્ય અભ્યાસ કરી રહી છે. અંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં સંયુક્ત સૈનિય અભ્યાસ ‘KAVACH‘ અને ‘AMPHEX-21’નું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણેય ભારતીય સેનાએ મળીને કર્યો સૈન્ય અભ્યાસ

આ સૈન્ય અભ્યાસમાં ભારતીય સેના, નૌસેના અને વાયુ સેના ત્રણેય સામેલ છે. રક્ષા મંત્રાલય અનુસાર આ સૈન્ય અભ્યાસમાં અંદામાન એન્ડ નિકોબાર કમાન્ડના તમામ દળો, આર્મીના દક્ષિણી કમાન્ડર અને નેવીના કમાન્ડો સામેલ છે. અહીં સબમરીન,નેવીની લેન્ડિંગ શિપ, જેગુઆર મેરીટાઇમ સ્ટ્રાઇક અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ ભાગ લઇ રહ્યાં છે.

ભારત અને ચીનના મિલિટ્રી કમાંડર્સ વચ્ચે ફરી થઇ વાતચીત

જણાવી દઇએ કે ભારત અને ચીનની વચ્ચે સીમા પર લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. આશરે બે મહિના બાદ ભારત અને ચીનના મિલિટ્રી કમાંડર્સ વચ્ચે રવિવારે (24 જાન્યુઆરી, 2021) ફરીથી વાતચીત થઇ. બંને દેશોના પૂર્વી લદાખમાં જારી સંઘર્ષના મુદ્દે વાતચીત કરી. આ મીટિંગ ચીની સીમા રેખામાં સ્થિત મોલ્ડોમાં થઇ.

ચીન

ભારત અને ચીન વચ્ચે પાછલા નવ મહિનાથી સીમા પર વિવાદ જારી

ભારત અને ચીન વચ્ચે પાછલા નવ મહિનાથી સીમા પર વિવાદ જારી છે. બંને તરફથી પૂર્વીય લદાખમાં સેના અને હથિયારોની ભારે તૈનાતી કરવામાં આવી છે. ભારતે આર્ટિલરી ગન, ટેંક, હથિયારબંધ વાહન સીમા પર તૈનાત કર્યા છે. બંને દેશો વચ્ચે 8 રાઉન્ડની વાતચીત થઇ ચુકી છે, પરંતુ લદાખમાં સંઘર્ષનું સમાધાન હજુ સુધી નથી મળ્યું.

જણાવી દઇએ કે 15 જૂન 2020ના રોજ ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પર ગયેલી ભારતીય સેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા. ભારતીય સેનાએ પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો. ચીનના પણ અનેક જવાનોના મોત થયા હતા. ચીને ખુદ સ્વીકાર્યુ હતું કે તેના જવાનોના પણ મોત થયા છે. જો કે ચીને તેની સંખ્યા જણાવી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here