તમે National Pension Scheme (NPS) માં રોકાણ કરીને તમારી પત્નીને આત્મનિર્ભર બનાવી શકો છો. આ સ્કીમ દ્વારા રેગ્યુલર ઈન્કમ (Regular Income)ની વાટ જોઈ શકો છે.

નવી દિલ્હી: મોંઘવારી કૂદકેને ભૂસકે વધે છે, સામાન્ય માણસોનું જીવન મુશ્કેલ બન્યું છે. દરેક જણ ઈચ્છે છે કે તેના ઘરમાં જેટલા પણ લોકો છે તે સભ્યો કઈંક ને કઈંક એવું કરે કે જેનાથી નાણાકીય સમસ્યામાં ઘટાડો થાય આથીઆજના સમયમાં મોટાભાગના પુરુષો લગ્ન માટે એક વર્કિંગ પાર્ટનર શોધે છે. જો તમે હાઉસ વાઈફ હોવ અને ઈન્ડિપેન્ડેન્ટ બનવા માંગતા હોવ તો સરકારની એક એવી યોજના છે કે જેના દ્વારા પત્નીના એકાઉન્ટમાં દર મહિને આવક થશે. 

તમે National Pension Scheme (NPS) માં રોકાણ કરીને તમારી પત્નીને આત્મનિર્ભર બનાવી શકો છો. આ સ્કીમ દ્વારા રેગ્યુલર ઈન્કમ (Regular Income)ની વાટ જોઈ શકો છે. 

પત્નીના નામે ખોલાવો ખાતું
પત્નીને આત્મનિર્ભર બનાવવા માટે તમે તેમના નામે NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. NPS એકાઉન્ટ તમારા પત્નીને 60 વર્ષની ઉંમર પૂરી થતા એક નિર્ધારિત રકમ આપશે. આ સાથે જ દર મહિને તેમને પેન્શન તરીકે રેગ્યુલર આવક પણ પ્રાપ્ત થશે. NPS એકાઉન્ટની સાથે તમે એ પણ નક્કી કરી શકો છો કે તમારા વાઈફને દર મહિને કેટલું પેન્શન મળે. તેનાથી તમારા પત્ની 60 વર્ષની ઉંમર પછી પૈસા માટે કોઈના પર નિર્ભર રહેશે નહીં. 

60 વર્ષની ઉંમરે મેચ્યોર થશે NPS એકાઉન્ટ
તમે NPS એકાઉન્ટમાં તમારી સુવિધા મુજબ દર મહિને કે વર્ષે પૈસા જમા કરાવી શકો છો. તમે 1000 રૂપિયાથી પણ પત્નીના નામે NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. 60 વર્ષની ઉંમરે NPS એકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે.નવા નિયમો મુજબ તમે ઈચ્છો તો વાઈફની ઉંમર 65 વર્ષ થાય ત્યાં સુધી NPS એકાઉન્ટ ચલાવી શકો છો. 

દર મહિને મળશે અંદાજે 45 હજાર રૂપિયા
સરળ ભાષામાં આ રીતે સમજો કે વાઈફની ઉંમર 30 વર્ષ છે અને તમે તેમના માટે NPS એકાઉન્ટમાં દર મહિને 5000 રૂપિયા રોકાણ કરો છો તો તમને વાર્ષિક 10 ટકા રિટર્ન મળે છે. આવામાં પત્નીની ઉંમર 60 વર્ષની થાય ત્યાં સુધી તેમના એકાઉન્ટમાં કુલ 1.12 કરોડ રૂપિયા હશે. પત્નીને તેમાંથી લગભગ 45 લાખ રૂપિયા મળી જશે. આ ઉપરાંત તેમને દર મહિને અંદાજે 45,000 રૂપિયા પેન્શન મળવા લાગશે. આ પેન્શન તેમને આજીવન મળતું રહેશે અને તમારા પરિવારનું ભવિષ્ય ઉજળું બનશે. 

Corona virus અને Currency પર RBI તરફથી આવ્યા અત્યંત ચિંતાજનક સમાચાર, સાવધાની નહીં રાખો તો પસ્તાશો

NPS યોજનાના મુખ્ય પોઈન્ટ્સ
– કેટલું મશશે પેન્શન
– ઉમર- 30 વર્ષ
– રોકાણનો કુલ સમય- 30 વર્ષ
– મંથલી કન્ટ્રીબ્યુશન- 5000 રૂપિયા
– રોકાણ પર અંદાજિત રિટર્ન- 10 ટકા
– કુલ પેન્શન ફન્ડ- 1,11,98,471  રૂપિયા મેચ્યોરિટી પર કાઢી શકાય છે.
– 44,79,388 રૂપિયા એન્યુટી પ્લાન ખરીદવા માટે રકમ
– 67,19,083 રૂપિયા અંદાજિત એન્યુટી રેટ 8 ટકા
– મંથલી પેન્શન- 44,793 રૂપિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here