અરબોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસ એક્સએ અંતરીક્ષની દુનિયામાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સ્પેસ એક્સે એક સાથે એક જ રોકેટ વડે સૌથી વધારે 143 સેટેલાઈટ મોકલવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ કમાલ ફાલ્કન નાઈન રોકેટ દ્વારા કરવામાં આવી છે. એમાંના મોટા ભાગના સેટેલાઈટ કોમર્શિયલ છે અને કેટલાક સરકારી પણ છે.

સ્પેસ એક્સે આ પહેલા 800થી વધારે સેટેલાઈટ લોન્ચ કર્યા
સ્પેસ એક્સના માલિક મસ્કએ 22 જાન્યુઆરીએ ટ્વિટ કર્યું હતું કે, ઘણાં બધા કસ્ટમર્સ માટે કાલે કેટલાય સેટેલાઈટ લોન્ચ કરશે. નાની કંપનીઓને ઓછી કિંમત પર ઓર્બિટમાં પહોંચાડવા ઉત્સાહિત છે. દુનિયભરમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ માટે સ્પેસ એક્સે પહેલા 800થી વધારે સેટેલાઈટ લોન્ચ કર્યા છે. આ માટે 10 બિલિયન ડોલરનું રોકાણ કરે છે. એમાંથી મસ્કને ગ્રહો વચ્ચે રોકેટ પ્રોગ્રામ સ્ટારશીપને વાર્ષિક 30 કરોડ ડોલર મળશે.
ડિસેમ્બરમાં ટેકનિકલ કારણોથી લોન્ચિંગને સ્થગિત કરાયું હતું
ઉલ્લેખનીય છે કે એલન મસ્ક દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિમાંના એક છે. આ કંપની સેટેલાઇટ લોન્ચ કરવા માટે માત્ર 10 લાખ ડોલરનો ચાર્જ લે છે. આ સેટેલાઇટને પહેલા ડિસેમ્બરમાં લોન્ચ કરવાના હતા, પરંતુ ટેકનીકલ કારણોથી લોન્ચિંગને સ્થગિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શનિવારે પણ ખરાબ વાતાવરણને કારણે લોન્ચિંગને સ્થગિત કરવામાં આવ્યું હતું.
સેટેલાઇટ લોન્ચ કરવાનો કાર્યક્રમ 90 મિનિટ સુધી ચાલ્યો
સ્પેસ એક્સએ આ તમામ સેટેલાઇટને ફાલ્કન 9 રોકેટ વડે લોન્ચ કર્યા છે. ફ્લોરિડાના કેપ કેનવર્લથા ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 લાગ્યેને 31 મિનિટ પર સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ રોકેટ ભારત પરથી પણ પસાર થયું હતું. ઇસરોએ પણ બેંગલોરમાં આ રોકેટના સિગ્નલને ટ્રેસ કર્યા હતા. સેટેલાઇટ લોન્ચ કરવાનો કાર્યક્રમ 90 મિનિટ સુધી ચાલ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર લોકો અત્યંત રોમાંચિત થયા હતા. દરેક સેકેન્ડ પર એક સેટેલાઇટ અંતરીક્ષમાં જઇ રહી હતી. ઉલ્લેખનીય છે કે આ સેટેલાઇટની મદદ વડે સ્પેસ એક્સ કંપની 2021ના અંત સુધીમાં ગ્લોબલ બ્રોડબેન્ડ સર્વિસ આપવા માંગે છે.