ગઇકાલ સુધીમાં જે આંદોલન બોર્ડર પર આંદોલનના સમાપ્ત થવાના અણસાર હતા ત્યાં હવે રાતોરાત બાજી પલટાઈ છે અને હવે ઘણા નેતાઓએ રાકેશ ટીકૈતને ખુલ્લુ સમર્થન આપી દીધું છે.
- ગાજીપુર બોર્ડર બની આંદોલનનું એપીસેન્ટર
- રાકેશ ટીકૈતે ભરી હુંકાર, નહીં કરીએ સરેન્ડર
- કેજરીવાલ, અખિલેશ અને જયંત ચૌધરીએ આપ્યું સમર્થન
રાકેશ ટીકૈતની હુંકાર
મુજફફરનગરમાં મહાપંચાયત થવા જઈ રહી છે તે પહેલા નેતા રાકેશ ટીકૈતે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે અમે અહિયાં જ રહીશું અને યુપી સરકારથી માંગ કરીએ છે કે પ્રદર્શનસ્થળ પર સુવિધાઓ આપવામાં આવે. અમે સરેન્ડર નહીં કરીએ અને સરકારથી વાત કરીશું. હજારોની સંખ્યામાં ખેડૂતો બોર્ડર તરફ કૂચ કરી રહ્યા છે ત્યારે રાકેશ ટીકૈતના ઘરેથઈ પાણી આવી રહ્યું છે. નોંધનીય છે કે રાકેશ ટીકૈતે ગઇકાલે જ જાહેરાત કરી હતી કે હવે તે પોતાના ગામનું જ પાણી પીશે
કેજરીવાલનું ખુલ્લુ સમર્થન
ગાજીપુર બોર્ડર પર ખેડૂતોનું આંદોલન મોટું રૂપ લઈ રહ્યું છે અને રાકેશ ટીકૈત સતત બાજી સાંભળી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે જેના પર મનીષ સિસોદિયાએ કહ્યું કે સીએમએ રાત્રે જ આદેશ આપી દીધા હતા જે બાદ હું હાલમાં આવ્યો છું. નોંધનીય છે કે ગાજીપુર બોર્ડર પર એક બાદ એક નેતાઑ પહોંચી રહ્યા છે ત્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોને ખુલ્લુ સમર્થન આપી દીધું છે.
અખિલેશ પણ મેદાનમાં
યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ રાકેશ ટીકૈત સાથે ફોન પર વાત કરી છે અને તેમના સ્વાસ્થ્ય વિષે જાણકારી મેળવી. તેમણે પણ એવો દાવો કર્યો કે સમાજવાદી પાર્ટી ખેડૂતોના હિતમાં લડી રહી છે.
જયંત ચૌધરી બોર્ડર પર પહોંચ્યા
રાષ્ટ્રીય લોકદળ નેતા જયંત ચૌધરી પણ સવારે ગાજીપુર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારથી યોગી સરકાર આવી છે ત્યારથી પ્રદેશમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. જયંત ચૌધરીએ કહ્યું કે સરકારને લાગે છે કે ખેડૂતોને તે કચડી નાંખશે પણ એવું થશે નહીં.
સુરક્ષા વધારવામાં આવી
ખેડૂત આંદોલનમાં વધતાં ટેન્શનને જોતાં ફરીવાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. PAC-RAFની ટુકડીઓ સતત બોર્ડર પર પહોંચી રહી છે અને બીજી તરફ સિંઘુ બોર્ડર પર પણ આ જ હાલ છે. આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.