વાયરલ મેસેજની સાથે એક લિંક છે, વિદ્યાર્થીઓને કહેવામાં આવી રહ્યું છે કે, લિંક પર ક્લિક કર્યા બાદ જ તેમને ફ્રી ડેટા મળશે.

નવી દિલ્હીઃ હાલમાં સ્કૂલોતી લઈને કોલેજ સુધી વિદ્યાર્થીઓનો અભ્યાસ ઓનલાઈન ચાલી રહ્યો છે. ત્યારે સોસિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે કેન્દ્ર સરકાર દેશભરના વિદ્યાર્થીઓને 10 જીબી પ્રતિ દવસ ફ્રી ઇન્ટનરેટ આપી રહી છે. જેથી તે કોરોના મહામારીની વચ્ચે ઓનલાઈન અભ્યાસ કરી પરીક્ષા આપી શકે. વાયરલ મેસેજની સાથે એક લિંક છે, વિદ્યાર્થીઓને કહેવામાં આવી રહ્યું છે કે, લિંક પર ક્લિક કર્યા બાદ જ તેમને ફ્રી ડેટા મળશે.

મેસેજમાં લખવામાં આવ્યું છે કે, ‘કોરોના વાયરસને કારણે સ્કૂલ અને કોલંજ બંધ થઈ ગઈ છે અને આ કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત થ યું છે માટે સરાકરે તમામ વિદ્યાર્થીઓને ફ્રી ઇન્ટરને (પ્રિત દિવસ 10જીબી) આપી રહી છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, સકકાર આમ એટલા માટે કરી રહી છે કારણ કે વિદ્યાર્થી પોતાનો અભ્યાસ પૂરો કરી શકે અને ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન ક્લાસીસની મદદથી પરીક્ષા આપી શકે.

ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી)એ વાયરલ થઈ રહેલ મેસેજને ખોટો ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટર હેન્ડલ દ્વારા કહ્યું છે કે, વાયરલ મેસેજમાં કરવામાં આવેલ દાવો ખોટો છે અને સરકારે આવો કોઈ નિર્ણય કર્યો નથી.

આ પહેલા પણ સોશિયલ મીડિયા પર અનેક ફેક સમાચાર વાયરલ થયા હતા કે સરકાર ઓનલાઈન અભ્યાસ કરવા માટે દેશભરમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં સ્માર્ટફોન આપી રહી છે. આ સમાચાર પણ ખોટા હોવાનું પીઆઈબીએ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here