કેન્દ્રીય સાંસ્કૃતિક તથા પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે ગુરુવારે કહ્યું કે લાલ કિલ્લામાંથી કેટલીક પ્રાચીન વસ્તુઓ ગાયબ છે અને ગણતંત્ર દિવસ પર દર્શાવવામાં આવેલા ટેબ્લોમાં પણ નુકશાન જોવા મળ્યું છે.

  • બહું જ સુરક્ષિત અને મહત્વપૂર્ણ મનાતી જગ્યાએથી 2 વસ્તુઓ ગાયબ 
  •  તમામ ટેબ્લો ક્ષતિગ્રસ્ત છે
  • બહું મૂલ્ય પ્રાચીન વસ્તુઓ ખોવાઈ 

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન તોફાની તત્વોનો એક સમૂહ અહીં દાખલ થયો હતો.

 તમામ ટેબ્લો ક્ષતિગ્રસ્ત છે

પટેલે સંવાદદાતા સમ્મેલન દરમિયાન કહ્યું કે ગણતંત્ર દિવસ સમારોહ બાદ તમામ ટેબ્લો લાલ કિલ્લાના પરિસરમાં રાખવામાં આવે છે. 7થી 15 દિવસ સુધી લોકો તેને જોવા માટે જાય છે. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો મે જોયું તેમાં નુકસાન પહોંચ્યું છે.  આમાં સંસ્કૃતિ મંત્રાલયની જલક અને રામ મંદિરનો ટેબ્લો પણ સામેલ છે. હકિકતમાં તમામ ટેબ્લો ક્ષતિગ્રસ્ત છે.

બહું મૂલ્ય પ્રાચીન વસ્તુઓ ખોવાઈ 

તેમણે કહ્યું કે હિંસામાં થયેલા નાણાકીય નુકસાની સમીક્ષા કરવામાં આવી રહી છે પરંતુ તે બહું મૂલ્ય પ્રાચીન વસ્તુઓ ખોવાઈ જવાને લઈને ચિંતાતુર છે. મંત્રીએ કહ્યું કે પ્રાચીન વસ્તુઓ બહુમુલ્ય છે. અમે નાણાકીય નુકસાનની સમીક્ષા તો કરી શકીએ છીએ પરંતુ પ્રાચીન વસ્તુઓને ખોવાથી થયેલા નુકસાનનો અંદાજો કેવી રીતે લગાવવામાં આવે? આ મોટું નુકસાન છે. આ પહેલા પટેલે આ મામલામાં તપાસના આદેશ આપતા એએસઆઈ પાસે રિપોર્ટની માંગ કરી હતી.

બહું જ સુરક્ષિત અને મહત્વપૂર્ણ મનાતી જગ્યાએથી 2 વસ્તુઓ ગાયબ 

તેમણે કહ્યું કે બહારની લાઈટોને નષ્ટ કરવામાં આવી છે. સૂચના કેન્દ્રનો પહેલું સ્તર ક્ષતિગ્રસ્ત છે. જે સ્થાન પર હંમેશા ઝંડો લગાવેવા રહે છે. ત્યાં પીતળની પ્રાચીન વસ્તુઓ રાખવામાં આવે છે. બહું જ સુરક્ષિત અને મહત્વપૂર્ણ મનાતી આ જગ્યાઓ પરથી 2 વસ્તુઓ ગાયબ છે.  તેમણે કહ્યું કે ગુનેગારોની વિરુદ્ધ પ્રાચીન સ્મારક તથા પુરાતત્વ સ્થળ તથા અવશેષ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here