કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2021ના રોજ એટલે કે આજે બજેટ રજુ કરવા જઈ રહ્યા છે. મનાઈ રહ્યુ છે કે કોરોના સંકટના કારણે આ વખતે બજેટ ઘણું ખાસ રહેશે. ત્યારે એ પણ ચર્ચા છે કે કેન્દ્ર સરકાર વૈશ્વિક મહામારીને પહોંચી વળવા માટે એડિશનલ ખર્ચ એટલે કે વધારાના ખર્ચના ફંડની વ્યવસ્થા કરવા માટે કોવિડ 19 સાથે જોડાયેલ સેસ (CESS) લાગૂ કરી શકે છે. અને જો આમ થયુ તો ટેક્સ પેયર્સની દેણદારીમાં વધારો થઈ શકે છે. જાણો સેસ શું છે અને દેણદારી (Tax Liability) પર કેવી રીતે અસર પડશે.
- હાલ સરકાર 4 ટકા હેલ્થ અને એજ્યુકેશન સેસ વસૂલે છે
- સેસમાં થઈ 1 ટકા વૃદ્ધિ તો કેટલી ટેક્સ લાયબિલીટી વધશે
- ખાસ કામ કરવા ફંડ ભેગુ કરવા માટે સેસ લાગે છે
હાલ સરકાર 4 ટકા હેલ્થ અને એજ્યુકેશન સેસ વસૂલે છે
કેન્દ્ર સરકાર આ સમયે ઈન્ડિવિઝ્યુલ ટેક્સ પેયર્સની ડાયરેક્ટ ટેક્સ લાયબિલીટી પર 4 ટકા હેલ્થ અને એજ્યુકેશન સેસ વસૂલે છે. પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ આ બન્ને સેસને કેન્દ્રીય બજેટ 2018માં રજુ કર્યુ હતુ. આ પહેલા સુધી 3 ટકા સેસ વસૂલવામાં આવતુ હતુ. જેમાં 2 ટકા એજ્યુકેશન અને 1 ટકા સિનિયર સેકન્ડરી એજ્યુકેશન સેસ શામેલ હતુ.
સેસમાં થઈ 1 ટકા વૃદ્ધિ તો કેટલી ટેક્સ લાયબિલીટી વધશે
નાણા મંત્રી સીતારમણ બજેટ 2021માં કોરોના સેસની જાહેરાત કરે તે પહેલા સમજો કે તે કેવી રીતે તમારી ટેક્સ લાયબિલિટી પર અસર પડી શકે છે. જો કોઈ વ્યક્તિગત કરદાતાની કર દેણદારી 50 હજાર રુપિયા હોય છે તો તેના પર 4 ટકા સેસ લગાવવામાં આવે તો તેની કુલ ટેક્સ લાયબિલીટી 52 હજાર રુપિયા થઈ જશે. સામાન્ય ભાષામાં સમજીએ તો 2 હજાર રુપિયા વધારે ચૂકવવા પડશે. જો બજેટ 2021માં 1 ટકા કોરોના સેસ લાગુ કરવામાં આવે છે તો તમારી ટેક્સ લાયબિલીટી 52, 500 રુપિયા થઈ જશે.

ખાસ કામ કરવા ફંડ ભેગુ કરવા માટે સેસ લાગે છે
સેસને કોઈ ખાસ હેતુ માટે ફંડ એકઠુ કરવા માટે વસૂલવામં આવે છે. ઉદાહરણ તરીકે હેલ્થ અને એજ્યુકેશન સેસને ગ્રામીણ ભારતની સ્વાસ્થ્ય તથા શિક્ષા જરુરિયાતોને પુરી કરવા માટે ફંડ એક્ઠા કરવા વસૂલવામાં આવે છે. તેવામાં કોઈ ખાસ જરુરિયાતો પુરી કરવા માટે ભેગુ કરવામાં આવેલુ ભંડોળ બીજા કામમાં વાપરી શકાતુ નથી. ઉલ્લેખનીય છે કે કુલ ટેક્સ લાયબિલીટી પર લાગૂ થાય છે. ઉદાહરણ તરીકે તમામ પ્રકારના ટેક્સ છુટ બાદ કોઈ વ્યક્તિ કર લેણદારી 50 હજાર રુપિયા હોય છે તો 4 ટકા સેસ આ રકમ પર લાગે છે.