હાલમાં એક ખતરનાક સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ઓછામાં ઓછા 70 હજાર લોકોને નકલી કોરોના રસી આપવામાં આવી હતી. એક ખાનગી ક્લિનિકે કોરોના રસી લગાવવાના નામે આશરે એક ડોઝના માત્ર 1100 રૂપિયા લેતી હતી. લોકોને કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેવા માટે ત્રણ ડોઝ લેવાનું કહેવામાં આવ્યું હતું. એટલે કે બધા ડોઝ માટે કુલ પૈસાની વાત કરીએ તો લોકોને 3300 રૂપિયા ચૂકવવા પડતા હતા.

સુરક્ષા અધિકારીઓનું આ કેસ અંગે કહેવું છે કે નકલી કોરોના રસી લગાવનાર ક્લિનિકના કર્મચારીઓ લોકોને કહેતા હતા કે 3 ડોઝ લીધા પછી જ લોકો કોરોનાથી સંપૂર્ણપણે બચી શકે છે. રસીના નામે આપેલા ઈંજેક્શનમાં કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે અંગે હજી સુધી આરોગ્ય અધિકારીઓ માહિતી મેળવી શક્યા નથી. તેની વધારે તપાસ ચાલી રહી છે.

એક અહેવાલ મુજબ ગુપ્ત એજન્ટે ક્લિનિકનો એક વીડિયો રેકોર્ડ કર્યો. વીડિયોમાં ક્લિનિક ચલાવનાર મહિલા ડોક્ટર લુસિયા પેનાફીલ માસ્ક વિના દેખાઈ રહી છે અને તેણીએ ખુલાસો કર્યો છે કે ક્લિનિકનો સ્ટાફ કોરોનાથી સુરક્ષિત છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે અહીં 70 હજાર લોકોને સારવાર આપવામાં આવી છે. આ પછી પોલીસ અને આરોગ્ય અધિકારીઓએ ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા.about:blankabout:blankabout:blank

જો કે, દરોડાની કાર્યવાહી બાદ ડોક્ટર લુસિયાએ એક અખબારને જણાવ્યું હતું કે તે રસી લગાવી રહી નથી અને દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવા વિટામિન અને સીરમ સપ્લિમેન્ટ આપી રહી છે. જો કે, તેણે એમ પણ કહ્યું હતું કે તે કોરોનાથી પીડાતા દર્દીઓની લેસર ટ્રીટમેન્ટ અને ઇન્ફ્રારેડ લાઇટની સારવાર પોતે જ કરતી હતી.

અહેવાલમાં જણાવ્યા અનુસાર નકલી રસી લગાડતા ક્લિનિકના દર્દીઓમાં પોલીસકર્મીઓ, સૈનિકો અને રાષ્ટ્રપતિ લેનિન મોરેનોનો સ્ટાફ પણ હતો. તે જ સમયે સ્થાનિક લોકોએ ક્લિનિક ચલાવતા ડોક્ટરનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે તે લોકોના જીવન બચાવવા માટે કામ કરી રહી છે. પોલીસના દરોડા પાડ્યા બાદ ક્લિનિક બંધ છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here