મધ્યપ્રદેશના ટીમકગઢ જીલ્લાના એક શિક્ષકે કમાલ કરી છે. કોવિડના નિયમોનું પાલન કરવાની સાથે સાથે ગામમાં બાળકોને ભણાવવા શેરી ક્લાસ શરુ કર્યા છે.

  • શિક્ષકે પોતાની સેલરીથી સજાવી સરકારી સ્કુલને
  • સ્કુલને આપ્યુ ટ્રેનનું રુપ, તેને જોવા જામતી બાળકોની ભીડ
  • કોવિડની ગાઈડલાઈનના નિયમોના પાલનની સાથે ગામમાં શરુ કર્યા શેરી-ક્લાસ

મધ્યપ્રદેશમાં કોરોનાની મહામારીમાં બધી જ શાળા બંધ છે. આ દરમિયાન ટીકમગઢ જિલ્લાના એક સરકારી સ્કુલના શિક્ષકે કમાલ કરી છે. તેણે પોતાની પગારમાંથી અમુક ભાગ શાળાના નવીનીકરણ પાછળ ખર્ચીને સમાજ માટે એક ઉદાહરણ પુરુ પાડ્યું છે કે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. 

MPના ટીકમગઢ જીલ્લાના શિક્ષકનું બાળકો માટેનું યોગદાન

કોરોનાની મહામારીમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતુ. જેને કારણે બાળકો શાળાએ જવા માટેનો જોઈએ તેવો ઉત્સાહ બતાવતા નથી. વિદ્યાર્થીઓનો આ ઉત્સાહ ટકાવી રાખવા માટે આ શિક્ષકે એક ઉપાય કર્યો અને શાળાને ટ્રેનની મુસાફરી બનાવી દીધી. 

કેવી રીતે શાળા બની ટ્રેન

મધ્યપ્રદેશના સગરવાળા ગામમાં રહેતા શિક્ષક પ્રમોદ નાપિતે બાળકો માટે એક એવી શાળા બનાવવાનું વિર્ચાયું જ્યાં વિદ્યર્થીઓ હોંશે હોંશે ભણવા જાય. આ માટે તેમણે પ્રાથમિક અને માધ્યમિક શાળા 80 ફૂટ લાંબી ટ્રેન જેવા દેખાવના રંગરોગન કરીને અપ ટુ ડેટ બનાવી દીધી. આ માટે તેમને 3 મહિના સુધી અવિરત પ્રયાસ કર્યા છે.

શું કહે છે પ્રમોદ નાપિત 

શિક્ષક પ્રમોદ નાપિતનું કહેવુ છે કે, કોવિડના કારણે સ્કુલ અને બાળકોના વચ્ચે લાંબી ગેપ થઈ ગઈ છે. જેથી બાળકોને ભણતર પ્રત્યે આકર્ષવા માટે તેમણે 2 મહીના મહેનત કરી અને સ્કુલને ટ્રેનનું રુપ આપ્યું છે. તે કહે છે આમ કરવાથી શિક્ષણ માટે બાળકોમાં રુચી વધશે અને તેમની હાજરી પણ વધી શકે છે. 

30, 000 કર્યો ખર્ચ

પ્રમોદજીએ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે શેરી-સ્કુલ શરુ કરી છે. ગામમાં ઘરોની ભીંતો પર બ્લેકબોર્ડ બનાવીને બાળકેને ભણાવતા હતા. તેમણે શાળાને ટ્રેનનું રુપ આપવા માટે પોતે લગભગ 30,000 રુપિયાનો ખર્ચો કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here