ધીમે ધીમે વેગ પકડી રહેલા ખેડૂતો આંદોલન (Farmer Protest)ને લઈને કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા (Agriculture Law) વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીતની શક્યતાઓ નકારી નથી અને તેને યથાવત રાખી છે. આજે સર્વપક્ષીય બેઠક (All Party Meeting) માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ કહ્યું છે કે, ખેડૂતોનો મુદ્દો વાતચીતથી જ હલ થશે. ખેડૂતોને આપવામાં આવેલો સરકારનો પ્રસ્તાવ આજે પણ યથાવત જ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેદ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)ને કહ્યું  હતું કે તે ખેડૂતોથી માત્ર એક ફોન કોલ જ દૂર છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમં પીએમ મોદીએ કહ્યું હતું કે, સરકાર વિરોધી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, જે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જે કહ્યું હતું હું પણ એ જ વાત દોહરાવવા માંગુ છું. અમે સર્વ સંમતિ સુધી નથી પહોંચ્યા પણ અમે તેમને (ખેડૂતો)ને ઓફર આપી રહ્યાં છીએ. તમે પણ આવો અને આ મામલે વિચાર કરો. પીએમ મોદીએ ખેડૂતોને કહ્યું હતું કે, તે માત્ર એક ફોન કોલ જ દૂર છું.  

બજેટ સત્ર માટે બોલાવવામાં આવી હતી બેઠક

પ્રદર્શનકારી ખેડૉઓતોની માંગણી છે કે, સરકાર આ કાયદાઓને જ રદ્દ કરે, પરંતુ સરકારે આ મામલે કોઈ વાત કરી નથી. ખેડૂત આંદોલન અને સંસદના કામકાજને ધ્યાનમાં રાખતા બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠ્ક બોલાવવામાં આવી હતી. શુક્રવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નેતાઓ સાથે એક બેઠક કરી હતી. તેમણે લોકસભામાં તમામ પક્ષોના નેતાઓને સદનની ગરીમાનું સમ્માન કરવા અનુંરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here