કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ધારદાર પ્રહાર કરવાનું સતત ચાલુ રાખ્યું છે. પંજાબમાં 3 દિવસની કિસાન યાત્રા કર્યા બાદ રાહુલ ગાંધી હવે હરિયાણામાં પહોંચી ચુક્યા છે. આ દરમિયાન બુધવારે સવારે તેમણે ટ્વીટર પર વધુ એક પ્રહાર કર્યો હતો.

  • બુધવારે સવારે  ટ્વીટર પર વધુ એક પ્રહાર કર્યો હતો
  • રાહુલે લખ્યુ હતું કે પીએમ જી, એકલા ટર્નલમાં હાથ  હલાવવાનું છોડો
  •  મંગળવારે હરિયાણા પહોંચ્યા હતા 

રાહુલ ગાંધીએ લખ્યુ હતું કે પીએમ જી, એકલા ટર્નલમાં હાથ  હલાવવાનું છોડો, પોતાની ચુપ્પી તોડો, સવાલોનો સામનો કરો,  દેશ તમને ઘણું બધુ પુછી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 3 દિવસ પંજાબમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી.  જે બાદ તેઓ મંગળવારે હરિયાણા પહોંચ્યા હતા અને ત્યા 2 દિવસ સુધી સભા કરશે. એ બાદ તેઓ દિલ્હીમાં આ ખેતી બચાવો યાત્રાનું સમાપન કરશે.

કોંગ્રેસ નેતાએ મંગળવારે પણ પટિયાલામાં પ્રેસ કોન્ફરન્સ કરતા pm પર નિશાન સાધ્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે 3 કૃષિ કાયદાના માધ્યમથી ખેડૂતોને ખતમ કરવામાં આવી રહ્યા છે અને મોટા ઉદ્યોગપતિઓ માટે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે.  તરઉથી તેમના પર આરોપ લગાવ્યો કે પીએમ મોદીને પણ આ 3 કાયદા વિશે નથી ખબર.

કોંગ્રેસ તરફથી કૃષિ કાયદાના મામલા પર દેશના અલગ અલગ ભાગમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. કૃષિ કાયદાને પાછા લેવાની માંગ કરવામાં આવી રહી છે. જલ્દી કોંગ્રેસ પાર્ટી પોતાના શાસિત રાજ્યોની વિધાનસભાઓમાં કેન્દ્ર દ્વારા લગાવવામાં કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરી શકે છે. પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહે આના સંકેત પણ આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here