હાથરસ કેસમાં આરોપીઓના વકીલ એપી સિંહે પીડિતાના પરિવાર પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પીડિતાને તેના ભાઈએ જ મારી છે. એપી સિંહે એમ પણ કહ્યું કે આ મામલાનું રાજનીતિકરણ કરવામાં આવ્યું છે. એક અઠવાડિયા બાદ નેતાઓએ પીડિતાના પરિવારની મુલાકાત કરવા ઉપરાંત આને રેપને મામલો બનાવી દીધો છે. તેમણે એમ પણ કહ્યું કે મેડિકલ રિપોર્ટમાં રેપની ખરાઈ નથી થઈ.

  • મેડિકલ રિપોર્ટમાં રેપની ખરાઈ નથી થઈ
  • આ મામલાનું રાજનીતિકરણ કરવામાં આવ્યું છે
  • પીડિતાને તેના ભાઈએ જ મારી છે

હકિકતમાં કાલે એક સમાચાર સામે આવ્યા હતા કે નિર્ભયા મામલામાં જે બે વકીલોએ કેસની વકાલત કોર્ટમાં કરી હતી તે એક વાર ફરી આમને સામને આવી શકે છે. નિર્ભયાના ગુનેગારોને ફાંસી અપાવનાર વકીલ સીમા સમૃદ્ધિ કુશવાહાએ  કાંડની પીડિતાનો આ કેસ લડવાની વાત કરી છે. ત્યારે નિર્ભયા કાંડના ગુનેગારોનો કેસ લડનારા વકીલ એપી સિંહે હાથરસના આરોપીઓના પરિવારનો સંપર્ક કર્યો છે.

મંગળવારે એપી સિંહે કહ્યું કે હાથરસના આરોપીઓના પરિવારે તેમને કેસ લડવાનું કહ્યું છે . આ ઉપરાંત અખિલ ભારતીય ક્ષેત્રિય મહાસભાના અધ્યક્ષ તથા પૂર્વ  કેન્દ્રીય મંત્રી માનવેન્દ્ર સિંહે તેમને આરોપી તરફથી આ કેસ લડવાનું કહ્યું છે. માનવેન્દ્રએ લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે અખિલ ભારતીય ક્ષેત્રિય મહાસભા ભેગા થઈને એપી સિંહની ફી આપશે. પત્રમાં લખવામાં આવ્યું છે કે  કેસમાં એસસી એસટી એક્ટનો દુરઉપયોગ કરી સવર્ણ સમાજને બદનામ કરવાનો કારસો રચાયો છે. જેનાથી ખાસ કરીને રાજપૂત સમાજે આંચકો લાગ્યો છે. ત્યારે આ મામલામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તે માટે આરોપી પક્ષે એપી સિંહ કેસ લડશે.

બીજી તરફ પીડિતાના પરિવાર તરફથી નિર્ભયાનો કેસ લડનાર વકીલ સીમા કુશવાહાની નિયુક્તિ કરવામાં આવી છે. સીમાએ કહ્યું છે કે બહું જલ્દી આ કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા માંગ કરશે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી આ કેસને ઉત્તર પ્રદેશની બહાર નહીં કરવામાં આવે ત્યાં સુધી પીડિતાને ન્યાય નહીં મળે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here