કૃષિ બિલ બાદ હવે મોદી સરકારના લેબર રિફોર્મ એજેન્ડાને લઈને દેશના અનેક ભાગમાં વિરોધ થઈ રહ્યો છે. હવે લેબર સંઘ પરિવારમાં પણ મતભેદ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)સાથે જોડાયેલા યૂનિયન ભારતીય મજૂર સંઘ (BMS)એ શ્રમ કાયદાની વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનું આહ્વાન કર્યુ છે.

  • દેશ વ્યાપી ‘ચેતવણી સપ્તાહ’ કાર્યક્રમ આયોજિત કરશે
  •  28 ઓક્ટોબરે દેશ વ્યાપી વિરોધ પ્રદર્શનનો નિર્ણય કરાશે
  •  બીએમએસના 19માં રાષ્ટ્રીય સમ્મેલનમાં વર્ચ્યૂલી નિર્ણય લેવામાં આવ્યો

આ ત્રણ લેબર કોર્ડ બિલ અંતર્ગત 2 ડર્ઝનથી વધારે વિભિન્ન કેન્દ્રીય શ્રમ કાયદા આવે છે અને અનેક સામાજિક સુરક્ષા ઉપાયો, રોજગારની શરતો વગેરેને રજૂ કરે છે. આમ તો બીએમએસ આ લેબર કોર્ડને સમર્થન કરી રહ્યુ છે. પરંતુ તેની કેટલીક જોગવાઈઓની વિરુદ્ધ છે. અને માને છે કે આ શ્રમિક વિરોધી છે. હડતાળના અધિકારોને પાછા લેવા અને નોકરીને લગતી કેટલીક બાબતો જેવી કેટલીક જોગવાઈની વિરુદ્ધ ટ્રેડ યુનિયન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

બીએમએસના મહાસચિવ  બિનય કુમાર સિન્હાએ કહ્યુ કે બીએમએસના 19માં રાષ્ટ્રીય સમ્મેલનમાં વર્ચ્યૂલી નિર્ણય લેવામાં આવ્યો છે કે નવા શ્રમ કોર્ડમાં શ્રમિક વિરોધી જોગવાઈઓની વિરુદ્ધ નિરંતર અખિલ  ભારતીય આંદોલન કરવામાં આવશે.’આવી જોગવાઈઓને પાછી લેવા માટે માંગ કરાશે. સંગઠન બીએમએસ અને ટ્રેડ યુનિયનો સાથે એક વિચાર પરામર્સ બેઠક બોલાવવા માંગે છે. 

બીએમએસ 10 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર દેશ વ્યાપી ‘ચેતવણી સપ્તાહ’ કાર્યક્રમ આયોજિત કરશે.  આ બાદ 28 ઓક્ટોબરે દેશ વ્યાપી વિરોધ પ્રદર્શનનો નિર્ણય કરાશે. સિન્હાએ કહ્યુ કે જો સરકાર શ્રમિકોનો અવાજ નહીં સાંભળે તો અમે હડતાલ કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here