બુધવારે સાંજે જેડીયુ દ્વારા 115 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. લિસ્ટમાં ગુપ્તેશ્વર પાંડેયનું નામ ન હોવાથી અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે.

Bihar Election 2020: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને એનડીએમાં મંગળવારે બેઠકોની વહેંચણી થઈ હતી. મુખ્યમંત્રી નીતીશ કુમારને જણાવ્યું કે તેમની પાર્ટી જેડીયૂ 122 બેઠકો પર ચૂંટણી લડશે. જેમાંથી સાત બેઠકો જીતનરામ માંઝીની પાર્ટી હમને આપવામાં આવશે. જ્યારે ભારતીય જનતા પાર્ટી 121 બેઠકો પર ચૂંટણી લડશે. જે બાદ સાંજે ભાજપે 27 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ હતું.

બુધવારે સાંજે જેડીયુ દ્વારા 115 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ચંદ્રીકા રાય પરસાથી, લાલન પાસવાન ચેનારીથી અને બીમા ભારતીને રૂપૌલીથી ટિકિટ આપવામાં આવી છે. લિસ્ટમાં ગુપ્તેશ્વર પાંડેયનું નામ ન હોવાથી અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે.

ચૂંટણી પંચે બિહાર વિધાસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કામાં ચૂંટણીના મતદાનની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ તબક્કા માટે મતદાન 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બર અને ત્રીજા ચરણનું મતદાન 7 નવેમ્બરના રોજ યોજાશે. 10 નવેમ્બરના રોજ મતદાનની ગણતરી કરવામાં આવશે.

આ ચૂંટણીમાં સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી કરી શકાશે મતદાન. પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠક, બીજામાં તબક્કામાં 17 જિલ્લાની 94 બેઠક અને ત્રીજામાં તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠક પર મતદાનનું આયોજન કરવામાં આવશે.

બિહારમાં કુલ 243 બેઠકો  સાત કરોડથી વધારે મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે. 6 લાખ પીપીઈ કીટ રાજ્યની ચૂંટણી પંચને આપવામાં આવશે અને 46 લાખ માસ્કનો વપરાશ થશે. 6 લાખ ફેસ શિલ્ડનો પણ ચૂંટણીમાં વપરાશ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here