ટ્વિટ્સ, યુટ્યુબ વીડિયોઝ અને ટ્રેન્ડ્ઝ પર એક અનોખી સ્ટડી જણાવે છે કે એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોત સાથે જોડાયેલ મર્ડર થિયરીને કેટલાક રાજનેતાઓ, પત્રકારો અને મિડીયા હાઉસીઝે પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો છે.

  • મિશીગન યુનિવર્સિટીમાં થયો સર્વે
  • અમેરિકાની સ્ટડીમાં થયો મોટો ખુલાસો
  • સુસાઇડની જગ્યાએ મર્ડર પર મુકાયો ભાર

મિશીગન યુનિવર્સિટીઝમાં એસોસિયેટ પ્રોફેસરના નેતૃત્વમાં એક ટીમે સ્ટડી  કરી, જે દર્શાવે છે કે જે કન્ટેન્ટ બિલકુલ નિરાધાર તે મર્ડર થિયરીને પ્રમોટ કરે છે. તેમને સ્યુસાઇડની થિયરીથી વધારે ટ્રેક્શન મળ્યું છે. “Anatomy of a Rumors: Social Media and Suicide of Sushant Singh Rajput” ટાઇટલ વાળી આ પ્રિ-પ્રીંટ સ્ટડી  જણાવે છે કે રાજનેતાઓના અકાઉન્ટ્સ SSR કેસમાં નેરેટિવને સુસાઇડથી મર્ડર સુધી લઇ જવામાં મહત્વના રહ્યાં. રિસર્ચ ટીમે 7000 યુટ્યુબ વિડીયોઝ અને 10000 ટ્વિટ્સનુ વિશ્લેષણ કર્યુ. જેમાં 2000 પત્રકારો અને મિડીયા હાઉસીઝ અને 1200 રાજનેતાઓ જોડાયેલા છે. 

સુશાંત કેસને સુસાઇડની જગ્યાએ મર્ડર તરીકે લાવ્યા બહાર
સ્ટડીમાં ઇશારો કરવામાં આવ્યો છે કે વિશેષ રીતે રાજનેતાઓએ શરૂઆતમાં કેસને સુસાઇડની જગ્યાએ મર્ડર તરીકે બહાર લાવ્યા. બાદમાં આ જ વસ્તુને મિડીયાએ ફૉલો કરી. સ્ટડીમાં ભાવનાત્મક વિશ્લેષણ જણાવે છે કે રાજનિતિક અકાઉન્સ જુલાઇના મધ્યમાં સીબીઆઇ તપાસના પ્રયત્ન શરૂ થયા. જો કે પત્રકારોએ ઓગસ્ટની શરૂઆતમાં મહારાષ્ટ્ર સરકાર વિરોધી નેરેટિવને ખૂબ તાકાત લગાવીને આગળ વધાર્યુ. 

રિયા ચક્રવર્તી, આદિત્ય ઠાકરે અને સલમાન આવ્યા નિશાને
સ્ટડીમાં બહાર આવ્યું કે રિયા, આદિત્ય અને સલમાન તેમજ દિશા સલિયન સમગ્ર મામલામાં મોખરે રહ્યાં. સ્ટડીનુ નેતૃત્વ કરનાર મિશિગન વિદ્યાલયના  પ્રોફેસર જોયજીત પાલે ઇન્ડિયા ટુડેને જણાવ્યું કે, સમગ્ર સોશ્યલ મિડીયા સ્પેસને એટલો પ્રભાવિત કરવામાં આવ્યો કે દરેક ભાવનાત્મક વસ્તુઓને પ્રેઝન્ટ કરો કે સમગ્ર દેશ તેની સાથે જોડાયેલો રહે. 

વધુમાં તેમણે જણાવ્યું કે, અસલ લાઇફને ફ્યુઝન સાથે રજૂ કરવાનો પ્રયત્ન કરાયો. ખાસ કરીને મિડીયા, પત્રકારો તેમજ રાજનેતાઓએ જ તેને પુશ કર્યું. આ જ લોકો છે જેમની પાસેથી ઓનલાઇન દુનિયામાં જવાબદારી ભર્યુ વર્તન કરવાની આશા રખાય છે. 

મર્ડર શબ્દનો ઉપયોગ
સ્ટડીમાં સાબિત થયુ કે ભાજપ સાથે જોડાયેલા અકાઉન્ટ્સ મર્ડર શબ્દનો ઉપયોગ કરવામાં વધુ આક્રમક હતા. ડેટા બતાવે છે કે રાજનેતાઓ ખાસ કરીને ભાજપ સાથે જોડાયેલા રાજનેતાઓ સુસાઇડની જગ્યાએ મર્ડર વિકલ્પ પ્રસ્તાવિત કરવામાં એક્કા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here