કોરોનાકાળ દરમિયાન સૌથી વધુ અસર રાજ્યના ધંધા-રોજગાર પડી છે. જેમાં સુરત ખાતે હીરા ઉદ્યોગ બજાર અને ટેક્સટાઇલ માર્કેટ સાવ ઠપ થઇ ગયા હોવાનું જોવા મળ્યું. જો કે હવે અનલોકમાં ધીરે-ધીરે છૂટછાટ આપતા શહેરમાં ધંધા-રોજગારની ગાડી પાટા પર ચડતી જોવા મળી રહી છે. ત્યારે સુરત ખાતે કાપડના બજારના વેપારીઓની માગ સ્વીકારી લેવામાં આવતા હવેથી કાપડ બજાર સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.

  • સુરતના કાપડ બજારના વેપારીઓની માંગનો સ્વીકાર
  • કાપડ બજાર સવારે 10 થી રાત્રે 9 સુધી ખુલ્લા રહી શકશે
  • મહાપાલિકા કમિશનરે ગાઈડલાઈન સાથે આપી મંજૂરી

રાજ્યમાં એક તરફ વાર-તહેવારની મોસમ આવી રહી છે. નવરાત્રી તેમજ દિવાળીનો તહેવાર નજીક આવતો હોવાના કારણે વેપારી એસોસિયેશન દ્વારા શહેરની કાપડ બજારનો સમય વધારવા માટે માગ કરવામાં આવી હતી. 
 

 શહેરના કાપડ બજારના વેપારીઓનો માગ સ્વીકારી લેવામાં આવી છે. ત્યારે હવે શહેરમાં કાપડ બજાર સવારે 10થી રાત્રે 9 સુધી ખુલ્લા રહી શકશે. જેના માટે મહાપાલિકા કમિશનરે ગાઇડલાઇન સાથે મંજૂરી આપી છે. 
 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉન બાદ કાપ ઉદ્યોગના ધંધામાં મંદી જોવા મળી રહી હતી. ત્યારે હવે દિવાળીનો તહેવાર હોય કાપડ બજારના વેપારીઓની માંગનો સ્વીકાર કરી સવારે 10થી રાત્રે 9 સુધી ખુલ્લા રાખવાની મનપા કમિશ્નરે ગાઇડલાઇનના પાલન સાથે મંજૂરી આપી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here