• 10 ડોક્ટર્સની ટીમે CMની તપાસ કરી 
  • 24 કલાક ડોક્ટર્સના ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા 
  • હાલમાં CM રૂપાણીને કોઇ તકલીફ નથી

CM રૂપાણીની તબિયતને લઈને હાલ મોટા સમાચાર સામે આવ્યા છે. CM રૂપાણીની તબિયત હાલ સ્વસ્થ છે. તેમને હાલ અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં cm સ્ટાર પ્રચારક છે. 

અમદાવાદ પૂર્વ મેયર બીજલ પહોચ્યા હોસ્પિટલ

સીએમની તબિયત સ્ટેબલ છે. તેમના અત્યારસુધીના તમામ ટેસ્ટ નોર્મલ આવ્યા છે. પણ ડિહાઈડ્રેશનને કારણે તેમને 24 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. 

શું હતી ઘટના? 

મુખ્યમંત્રી વિજય રૂપાણી નિઝામપુરામાં સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી…તેઓ જનસભાને સંબોધન કરતા હતા અને આશરે 10 મિનિટમાં તેમને ચક્કર આવવા લાગતા તેઓ ઢળી પડ્યા હતા.

ડિહાઈડ્રેશનના કારણે ઢળી પડ્યા

જો કે સુરક્ષા કર્મીઓની સતર્કતાથી નીચે પટકાતા બચી ગયા હતા. અને બાદમાં ડોક્ટરની ટીમે તેમની તપાસ કરી અને ગ્લૂકોઝ પીવડાવ્યું હતું અને બાદમાં તેમની તબિયતમાં સુધારો થયો હતો. અને તેઓ જાતે થોડીવારમાં કોઈના ટેકા વગર ચાલતા પોતાની ગાડી પાસે જઈને બેઠા હતા.

આ દ્રશ્યો જોતા તેમની તબિયત સારી હોય તેમ દેખાઈ રહ્યું હતું. તેમ છતા બાદમાં ડોક્ટરની સલાહ બાદ વડોદરા એરપોર્ટ પરથી તેઓ અમદાવાદ આવી પહોઁચ્યા હતા અને બાદમાં સારવાર માટે શાહીબાગમાં આવેલી યુએન મહેતામાં પહોંચ્યા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here