અમદાવાદ શહેરના પૂર્વના કુબેરનગર વિસ્તારમાં આવેલી કુંભાજીની ચાલીમાં શનિવારે પ્રચાર માટે ગયેલાં સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી (Balram Thawani) અને ઉમેદવાર પવન શર્માનો સ્થાનિક રહીશોએ હુરિયો બોલાવ્યો હતો. સ્થાનિક રહીશોનો રોષ ઉમેદવાર સામે હોવાનું સુત્ર દ્વારા જાણવા મળ્યું છે. બીજી તરફ કુબેરનગરમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી અને માથાભાણે ગણાતા બાબા નામના શખ્સ વચ્ચે સમાધાન થતાની સાથે જ તાજેતરમાં તોડી પાડવામાં આવેલ કોમ્પલેક્ષ બાંધવાનું કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં બલરામ થાવાણીના પીએને રાજેશ ઉર્ફે રાજા અવતાણીને ભાજપમાંથી ટિકિટ મળતાં મહિલાને લાત મારવાનો વીડિયો વાઈરલ કરાઈ રહ્યો છે. ઉપરાંત પવન શર્મા સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે તે આ વિસ્તારમાં રહેતો ન હોવા છતાં તેને ટિકિટ કેવી રીતે આપવામાં આવી તેવા પ્રશ્નો ધારાસભ્યને પુછવામાં આવી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી કુબેરનગર વિસ્તારમાં ગુનાખોરી વધી ગઈ છે. અને સ્થાનિક ધારાસભ્ય ગુનેગારોને પકડવાની જગ્યાએ છોડાવવા માટે દોડી જતાં ચૂંટણીમાં પ્રજાને જવાબ આપવામાં ફાંફાં પડી રહ્યા છે. સ્થાનિક લોકોનાં જણાવ્યા મુજબ ધારાસભ્ય બલરામ થાવાણી પનવ શર્મા સહિત અન્યોના પ્રચાર માટે શનિવારે ગયા હતા ત્યારે લોકોને પવન શર્મા તથા બલરામ થાવાણીને આડેહાથ લીધા હતા.

સ્થાનિક લોકોએ આક્રોશ સાથે જણાવ્યું કે લોકડાઉન વખતે પરપ્રાન્તના લોકો પાસેથી 1-1 હજાર પડાવવામાં આવ્યા હતા. એ સમયે ધારાસભ્યએ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની જગ્યાએ નાણા ઉધરાવનારને મદદ કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યા છે. હવે તમે મત માગવા આવ્યો છે. ભાજપના કાર્યકરોને પોલીસ બોલવાવી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here