કેરળમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ (Congress Former Cheif) રાહુલ ગાંધી (Rahul Gandhi)ના એક નિવેદને ભારે હોવાળો મચાવ્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) એ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. તો યોગી આદિત્યનાથે (Yogi Adityanath)પણ રાહુલને બરાબરના ઝાટક્યા હતાં. રાહુલ ગાંધીએ આડકતરી રીતે ઉત્તર ભારતના લોકોમાં મુદ્દાની રાજનીતિની સમજ ના હોવાનું કહ્યું હતું.

રાહુલ ગાંધીના ઉત્તર ભારત (North India) તેમાં પણ ખાસ કરીને અમેઠી (Amethi)ને લઈને આપેલા નિવેદનથી રાજકીય વિવાદ ઉભો થયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને અહેસાન ફરામોશ ગણાવ્યા હતાં.

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ ત્રિવેંન્દ્રમમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હું 15 વર્ષ સુધી ઉત્તર ભારતમાં સાંસદ રહ્યો હતો. મને એક અલગ જ પ્રકારની રાજનીતિની આદત પડી ગઈ હતી. મારે ત્યાં એક અલગ જ પ્રકારની રાજનીતિનો સામનો કરવો પડ્યો હતો. કેરળ આવવુ મારા માટે એકદમ નવી બાબત હતી. અહીં આવવુ મારા માટે તાજગીભર્યુ રહ્યું. અહીંના લોકોને મારા માટે પ્રેમ છે. સાથે જ અહીંના લોકોને જમીની મુદ્દાઓને લઈને સમજણ છે. અહીંના લોકો મુદ્દાની રાજનીતિ કરે છે. જ્યારે ત્યાં (ઉત્તર ભારત)માં માત્ર સપાટીની રાજનીતિ થાય છે. લોકો મુદ્દાના ઉંડાણમાં નથી જતા.  

રાહુલ ગાંધીના આ નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ આકરા પ્રહારો કર્યા હતાં. કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે – અહેશાન ફરામોશ! તમારા વિષે તો દુનિયા આખી કહે છે કે – થોથા ચના બાજે ઘના. ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ અમેઠીમાંથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને કારમો પરાજય આપ્યો હતો.about:blankabout:blankabout:blank

રાહુલ ગાંધીના આ નિવેદન પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તેમને બરાબરના ઘેર્યા હતાં. યોગીએ રાહુલ ગાંધીને વિભાજનકારી રાજનીતિ કરનારા નેતા ગણાવ્યા હતાં. તો મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ પહેલા ઉત્તર ભારતને કોંગ્રેસ મુક્ત બનાવી દીધું, હવે દક્ષિણ ભારતમાં ગયા છે. અમારા અને લોકો માટે તો દેશ આખો એક જ છે. કોંગ્રેસ જ ભારતને ઉત્તર અને દક્ષિણમાં વિભાજીત કરવા માંગે છે. પરંતુ લોકો આ પ્રકારના પ્રયાસને સફળ નહીં થવા દે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here