ઓક્ટોબરનો મહિનો શરૂ થઈ ગયો છે. અને હવે ધીરેધીરે ઠંડી પણ શરૂ થશે. આ ઋતુમાં દરેકને સામાન્ય શરદી ખાંસી થવું એ સામાન્ય વાત છે. પણ હાલ જ્યારે કોરોના ચરમસીમાએ છે ત્યારે જરા સરખી છીંક કે ખાંસી પણ લોકોને ચિંતા કરાવે છે. આ વાયરસના લક્ષણ સામાન્ય શરદી ખાંસી અને સામાન્ય તાવ સાથે મળતા આવે છે. જેના કારણે લોકો બંને વચ્ચેનું અંતર સમજી શકતા નથી. તો આવો જાણીએ બંને વચ્ચે શું અંતર છે ?

ઘણા લોકોને સામાન્ય ફલૂ હોય છે. અને શરદી ખાંસી પણ સામાન્ય હોય છે. શરદી માટે 100 કરતા પણ વધારે વાયરસ જવાબદાર હોય છે. જ્યારે ફક્ત 4 વાયરસ જ એવા હોય છે જે મોસમ બદલાતા શરદી કે તાવનું કારણ બને છે.

સામાન્ય શરદી થોડા જ દિવસમાં સારી થઈ જાય છે, ત્યાં જ ફ્લુને થોડો સમય લાગે છે. ખાંસી, ગળામાં ખારાશ, નાક વહેવાથી શરૂ થયેલા ફ્લુને કારણે લોકોને માથામાં દુઃખાવો થાય છે. ફલૂ થવાથી શરીરની માંસપેશીઓ કમજોર થઈ જાય છે. અને શરીરમાં દુઃખાવો થાય છે.

સામાન્ય ફ્લુના લક્ષણો :
તાવ, માથાનો દુઃખાવો, શરીરમાં દુઃખાવો, ગળામાં ખારાશ, નાક વહેવું, સાઇનસ, કફ, બાળકોમાં કાનનું ઇન્ફેક્શન, ઝાડા, ઉલટી

કોરોના વાયરસના લક્ષણો :
કોરોનામાં વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. તેમાં ફેફસાને અસર પહોંચે છે. જેના કારણે લોકોને સૂકી ખાંસી આવે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. હાઈ ફીવર, ધ્રુજારી, સૂકી ખાંસી, થાક, સૂંઘવાની ક્ષમતા ઓછી થવી, હાથ પગમાં લાલ ચકામા પડવા, પેટમાં દુઃખાવો, આંખમાં ખંજવાળ તેના બીજા લક્ષણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here