• તિએ કહ્યું, 44 વર્ષમાં અમારી જ્ઞાતિને ટીકીટ મળવાનો પ્રથમ બનાવ, પત્નીએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
  • કોળી સમાજનાં 2 હજારથી વધુ મત છે, કોંગ્રેસનો સામાન્ય વ્યક્તિને ટીકીટ આપવાનો નવો નુસખો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતર્ગત રવિવારે નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે. ત્યારે કોંગ્રેસે પણ ભાજપ અને આપની માફક સામાન્ય વર્ગના લોકોને ટિકિટ આપી. જેમાં કુવાડવા તાલુકા પંચાયતમાં છકડો ચલાવતા વ્યક્તિની 4 ધોરણ પાસ પત્નીને તાલુકા પંચાયતની ટીકીટ આપવામાં આવી છે. આ અંગે તેમના પતિએ કહ્યું હતું કે, 44 વર્ષમાં અમારી જ્ઞાતિને ટિકિટ મળવાનો આ પ્રથમ બનાવ છે. અને આ માટે અમે કોંગ્રેસના આભારી છીએ. તો ઉમેદવાર પત્નીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉમેદવારો નવતર રીતે પ્રચાર કરતાં હોય છે જ્યારે આ દંપતી પાસે ઘરનું જ વાહન હોય અને અન્ય ખર્ચ પોસાય તેમ ન હોય તે માટે પોતે પોતાની છકડો રીક્ષા લઈ પ્રચાર માં નીકળી પડે છે જો કે આજ થી પ્રચાર બંધ થઈ ગયો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમણે આ જ રીતે પ્રચાર કર્યો છે

હું રીક્ષા ચલાવી ગુજરાન ચલાવું છું – ઉમેદવારના પતિ
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16- કુવાડવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ દ્વારા ધનીબેન સુરેશભાઈ બાહુકીયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ધનીબેન કોળી સમાજનાં 4 ધોરણ પાસ મહિલા છે. એટલું જ નહીં તેમના પતિ સુરેશભાઈ પોતે રીક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેમના કહેવા મુજબ, પત્નીને ટીકીટ મળવાથી હું ખૂબ ખુશ છું. અને એટલું જ કહું છું કે, હું રીક્ષા ચલાવી ગુજરાન ચલાવું છું અને બાકીના સમયમાં પ્રચાર માટે પત્નીની મદદ કરું છું.

પત્નીને ટીકીટ મળવાથી હું ખૂબ ખુશ છું - ઉમેદવારના પતિ

પત્નીને ટીકીટ મળવાથી હું ખૂબ ખુશ છું – ઉમેદવારના પતિ

કોળી સમાજનાં 2 હજારથી વધુ મત છે
પતિ સુરેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા તાલુકાની વસ્તી અંદાજે 20 હજારથી વધુ છે. તેમાં કોળી સમાજનાં 2 હજારથી વધુ મત છે. ત્યારે પત્નીને ટીકીટ મળવાથી અમારા સમાજમાં પણ આનંદની લાગણી ફેલાય છે. કારણ કે 44 વર્ષમાં પ્રથમ વખત અમારા સમાજમાંથી કોઈને ટીકીટ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં પ્રચાર દરમિયાન દરેક જગ્યાએ રોડ-રસ્તા-પાણીની મુશ્કેલીઓ હોવાની વિગતો સામે આવી છે. અને ચૂંટણી જીત્યા બાદ આ તમામ મુશ્કેલીઓ દૂર કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે.

સામાન્ય વ્યક્તિને ટીકીટ આપવાથી હું ખબ ખુશ છું - ઉમેદવાર ધનીબેન

સામાન્ય વ્યક્તિને ટીકીટ આપવાથી હું ખબ ખુશ છું – ઉમેદવાર ધનીબેન

કોંગ્રેસે સામાન્ય વ્યક્તિને પહેલીવાર ટિકિટ આપી
કોંગ્રેસનાં ઉમેદવાર ધનીબેન કહે છે કે, કોંગ્રેસ દ્વારા મારા જેવા સામાન્ય વ્યક્તિને ટીકીટ આપવામાં આવી છે. જેને લઈને હું ખૂબ ખુશ છું. આ માટે મને સમાજ દ્વારા પણ પૂરતો સહકાર આપવામાં આવ્યો છે. અને સમાજ સહિત ગામના લોકોની મુખ્ય સમસ્યા રોડ,રસ્તા અને પાણીની છે અને તેને દૂર કરવા હું કટિબદ્ધ છું, તેવું તેમણે જણાવ્યું છે.

પરિવાર સાથે ધનીબેન

પરિવાર સાથે ધનીબેન

કોંગ્રેસનો સામાન્ય વ્યક્તિને ટીકીટ આપવાનો નવો નુસખો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પટ્ટાવાળા તેમજ સફાઈ કામદાર મહિલાઓને ટીકીટ આપી હતી. જ્યારે ભાજપે પાનનો ગલ્લો ચલાવતા વ્યક્તિનાં પત્નીને મેદાનમાં ઉતાર્યા હતા. આ પૈકી ભાજપનાં ઉમેદવાર નગરસેવક બની ચુક્યા છે. ત્યારે હવે સામાન્ય વ્યક્તિને ટીકીટ આપવાનો નુસખો કોંગ્રેસ માટે કેટલો કારગર સાબિત થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here